રાષ્ટ્રીય દલીત અધીકાર મંચ ના નીલ વીંઝોડા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ

રાષ્ટ્રીય દલીત અધીકાર મંચ ના નીલ વીંઝોડા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ
કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકા ના લાકડીયા ગામ મધ્યે આવેલ સૌરાષ્ટ્ર એનવારમેન્ટ ડેટોક્ષ કંપની દવારા વર્ષ 2007 થી 2023 સુધી ભયંકર કેમિકલો ને કોઈ પ્રોસેસ કર્યા વગર સેલ નંબર 1 થી 5 સુધી માં દાટી દીધેલ છે જેની ભયંકર અસર જળ જમીન વાયુ પર થઇ રહી છે તે બાબતે
જય હિંદ ઉપરોક્ત વિષય અનુસંધાન પર જણાવવા નું કે કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકા મધ્યે આવેલ લાકડીયા નજીક કટારીયા પંચાયત ની હદ માં આવતી સૌરાષ્ટ્ર એનવારમેન્ટ ડેટોક્ષ કંપની દવારા વર્ષ 2007 થી કરી ને 2023 સુધી ભયંકર કેમિકલો ને રિસાઈકલીગ પ્રોસેસ કર્યા વગર સીધું જમીન માં દાટી દીધેલ છે જેના લીધે આજુબાજુ ના ગાયો ભેંસો પશુ પક્ષીઓ પાણી પી શકે તેવા તળાવો માં કેમિકલ ની અસર થઈ રહી છે
આજુબાજુ ની ખેતી ની જમીન પર કુવાઓ બનાવે સે તો તેમાં થી કેમિકલ યુક્ત પ્રવાહી ઉપર તરતું હોય સે જે ગંભીર બીમારીઓ આવી શકે છે જે વર્ષ 2007 થી 2023 સુધી માં જે માનવ વધો થઈ શકે પર્યાવરણ ને પારાવાર નુકસાન કરેલ છે જેની અગાઉ હજારો વખત રજુઆત કરવા સતા કોઈ કાર્યવાહી નથી કરવા માં આવતી સત્ય હકીકત મુજબ ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારીઓ કવર મીઠાઈઓ લઇ ને રિપોર્ટ માં બેદકારી કરેલ છે
જે આવનાર સમય પર ભોપાલ જેવી કચ્છ માં કેમિકલ ના કારણે મોટું નુકસાન થશે જેની આપ સાહેબ સમક્ષ ન્યાય પૂર્વક યોગ્ય તપાસ થાય અને વર્ષ 2007 થી 2023 સુધી જળ જમીન વાયુ ને ભયંકર નુકસાન કરેલ સે માનવ જિંદગી ઓ ને જોખમ માં મુકેલ સે તેવા કૃત્ય માટે વિધિવત ફરિયાદ દાખલ કરી ને કંપની ના મેનેજર ધવલ તેમજ કંપની ના માલીક ચેતન કોન્ટ્રાક્ટર તેમજ તેમના જે પણ ઓથોરાઈઝર હોય તેવા તમામ સામે ફરિયાદ દાખલ કરવા અમારી માંગણી રહી છે જે હજારો રજૂઆત કરવા સતા કોઈ કાર્યવાહી નથી થતી આપ સાહેબ સમક્ષ છેલ્લી ગુહાર કરાઈ રહી છે આગામી 26 મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિવસે આ ઉપરોક્ત વિષય ની યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી ન થઈ તો ન છૂટકે કચ્છ કલેક્ટર કચેરી મધ્યે અમે પર્યાવરણ બચાવવા માટે મારા પ્રાણ જીવ ની આહુતિ આપી ને હું મારું માનવીય ઋણ ચૂકવી ને
આ અન્યાય હત્યાચાર પર્યાવરણ ઉપર થઇ રહ્યું છે તે આગામી સમય માં ન થાય તે ઉદેશ્ય માટે હું મારા પ્રાણ ની આહુતિ રાષ્ટ્ર ના પર્યાવરણ માટે આપીશ..તેવું નીલ વિઝોડા દવારા રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300