વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાની 60 સ્થળે તપાસ, 2 નમૂના નાપાસ .

વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાની 60 સ્થળે તપાસ, 2 નમૂના નાપાસ .
હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનોમાંથી નીરો, સમોસા, પુલાવ સહિતના નમૂનાઓ લેવામાં આવ્યા .
ખેરગામ ,
વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર)ની કચેરી દ્વારા ડિસેમ્બર 2022માં હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને નીરા કેન્દ્રો ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં નીરો, સમોસા, સાબુદાણાના વડા, નાનખટાઈ બિસ્કીટ, પુલાવ, પાલક પનીર, ડાબર હની, સફોલા મસાલા ઓટ્સ, મેપ્રો મીક્ષ ફ્રુટ, અમુલ પ્યોર ઘી, દાલ ખીચડી, તુલસી ચા, પતંજલિ દલિયા અને દાવત બાસમતી ચોખા સહિત કુલ 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે જુની જીઆઈડીસીમાં પ્લોટ નં. 130 પર કાર્યરત શ્રી મારૂતિ ટ્રેડર્સમાં ફૂડ સેફટી ઓફિસર જે.કે.ભાદરકાએ તા. 15 નવેમ્બર 2022ના રોજ તપાસ કરી ઈમ્પોર્ટેડ આર.બી.ડી પામોલીન ઓઈલના સેમ્પલ લીધા હતા. તા.12 ડિસેમ્બર 2022ના રોજ પૃથ્થકરણનો રિપોર્ટ આવતા આ પામોલીન ઓઈલને મીસ બ્રાન્ડેડ ફુડ તરીકે જાહેર કરી રાજેશભાઈ રવજીભાઈ રાજ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વલસાડ સિવિલ રોડ પર હાલર તળાવ પાસે મંગલમ એપાર્ટમેન્ટમાં દુકાન નં. 5માં કાર્યરત ફ્રેશ એન્ડ બેક્સમાં તપાસ કરી લુઝ ટોસ્ટના સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ તા.19 ડિસેમ્બર 2022ના રોજ આવતા આ શોપમાં વેચાતી ટોસ્ટને અનસેફ ફુડ જાહેર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના માસના પડતર નમુના 58 અને નવેમ્બર 2022ના 60 નમૂના મળી કુલ 118 નમૂના લેવાયા હતા. જેમાંથી લેબોરેટરીમાંથી અહેવાલ આવતા 49 નમૂના પાસ અને 2 નમૂના નાપાસ થયા હતા. જો કે 67 નમૂનાના અહેવાલ હજુ સુધી મળવાના બાકી છે એવુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300