ગુપ્તેશ્વર મંદિર છાત્રાલયના ૫૬ બાળકોને જેકેટ વિતરણ કરાયું.

ગુપ્તેશ્વર મંદિર છાત્રાલયના ૫૬ બાળકોને જેકેટ વિતરણ કરાયું.
Spread the love

ગુપ્તેશ્વર મંદિર છાત્રાલયના ૫૬ બાળકોને જેકેટ વિતરણ
કરાયું.

ખેરગામ ,

હાલમાં મોડે મોડે દેશ ભર માં શિયાળા નો તાઢ વધી રહ્યો છે. એવા સમયે ધરમપુર કપરાડા છેવાડા ના ગરીબ ઘર ના બાળકો ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ આછવણી ના કાલીમઠ માતાજીના ગુરુજી ના પ્રેરણાથી નાંધઈ ગામ ના જ્યોતિષ દીપકભાઈ પટેલ દ્વારા ગુપ્તેશ્વર માધ્યમિક શાળામાં ભણતા અને છાત્રાલયમાં રહીને ધરમપુર કપરાડાના જંગલ વિસ્તારના ૫૬ છાત્રોને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્ર- જેકેટનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. દિપકભાઈ ભાઈ દ્વારા બજરંગદાસ બાપા ની ૪૬ મી પુણ્યતિથિ અને સાદગીના પ્રતિક એવા બીજા વડાપ્રધાન -લાલ- બહાદુર શાસ્ત્રીજીની ૫૬ મી પુણ્યતિથિ ૧૧ જાન્યુઆરી નિમિત્તે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા છાત્રો ને ગરમ વસ્ત્ર- જેકેટનું વિતરણ જ્યોતિષી દિપકભાઈ ઈશ્વરભાઈ પટેલે દ્વારા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ના સભાખંડમાં મંદિર ટ્રસ્ટી શ્રી જુગલ કિશોર પટેલ,અગ્રણી દિલીપભાઈ પટેલ, – શિક્ષિકા હિતેશા- કલ્પનાબેન, સુબોધભાઈ શિક્ષક, છાત્રાલયી બાળકો વગેરે ના ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૂર્વે પૂજ્ય બજરંગદાસ બાપાની છબીને પુષ્પહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી ધૂન ભજન ગાઈને પ્રારંભ થયો હતો.બજરંગ દાશ બાપા અને પૂર્વ. વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાનુભાવોને મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે અંતમાં સહુને ચા પ્રસાદ અપાયો હતો. સંચાલન- આભાર આચાર્યા હિતેશા દ્વારા થયું હતું જેમણે દીપકભાઈ નો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!