કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયા ખાતે “ટેક્નોલોજી સપ્તાહ”ની ઉજવણી થશે .

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયા ખાતે “ટેક્નોલોજી સપ્તાહ”ની ઉજવણી થશે .
ખેરગામ ,
કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી,પરીયા, તા.પારડી અને આત્મા પ્રોજેક્ટ, વલસાડના સંયુક્ત ઉપક્રમે તા.17 થી 21 જાન્યુઆરી 2023 દરમ્યાન “ટેક્નોલોજી સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાના અલગ અલગ 6 તાલુકાના ખેડૂતો ભાગ લેવાના છે. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના વડા, ડૉ. ડી. કે. શર્મા, સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) તથા અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સંસ્થાનો પરિચય તેમજ કેન્દ્ર ખાતે થતી વિવિધ કામગીરી, આંબા તથા કાજુ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આંબાની વિવિધ જાતોની પસંદગી તેમજ નવી વાડીનું આગોતરું આયોજન, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત રોગ-જીવાત નિયંત્રણ, આંબાની જૂની વાડીનું નવિનીકરણ, સજીવ ખેતી, આંબામાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ અને નર્સરી વ્યવસ્થાપન વગેરે વિવિધ વિષયો ઉપર તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં ખેડૂતોને અત્રેના ફાર્મની પણ મુલાકાત કરાવવામાં આવશે અને મુલાકાત દરમ્યાન આંબાની કલમ કરવાની વિવિધ પદ્ધતિઓ, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ ટેક્નોલોજી જેવી કે નૌરોજી સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપ, જૈવિક જંતુનાશકો, જૈવિક ખાતરો, આંતરરાષ્ટ્રીય પેટેન્ટ ધરાવતા નોવેલ સેંદ્રિય પ્રવાહી ખાતર વગેરે નિદર્શન દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300