વલસાડ સ્ટેટ બેંક દ્વારા પીએમ સ્વનિધિ કેમ્પ યોજાયો.

વલસાડ સ્ટેટ બેંક દ્વારા પીએમ સ્વનિધિ કેમ્પ યોજાયો.
ખેરગામ ,
વલસાડ નગરપાલિકા કચેરીના શ્રી અટલ બિહારી વાજયેપી સભાખંડ ખાતે PM સ્વનિધિ કેમ્પનું આયોજન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેશન રોડ બ્રાન્ચ, વલસાડ દ્વારા પાલિકાના સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંકના ચીફ મેનેજર બિરજુલાલ શર્મા દ્વારા 9 લાભાર્થીઓને કુલ રૂ. 4,50,000ના મંજૂરી પત્ર મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રત્યેક લાભાર્થી દીઠ રૂ.50,000ના મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ લાભાર્થીઓએ અગાઉ રૂ. 10 હજારની લોન અને રૂ. 20 હજારની લોન ભરપાઈ કરતા સ્ટેટ બેંકે પુનઃ રૂ. 50,000ના મંજૂરી પત્ર મંજૂર કર્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક સેવાના પ્રયાસને પ્રાધાન્ય અપાતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. લાભાર્થીઓએ કહ્યું કે, આ નાણાં મળવાથી અમારા વ્યવસાયના વ્યાપમાં અનેકગણો વધારો કરવામાં અમને સરળતા પડશે.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300