અટારની પી.કે.ડી વિદ્યાલયમાં RTO દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફટીના સૂત્રવાળા પતંગોનું વિતરણ કરાયું.

અટારની પી.કે.ડી વિદ્યાલયમાં RTO દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફટીના સૂત્રવાળા પતંગોનું વિતરણ કરાયું.
ખેરગામ ,
વલસાડ તાલુકાના અટાર ગામમાં આવેલી પી.કે.ડી વિદ્યાલયમાં તા.13 જાન્યુઆરીના રોજ શુક્રવારે ૩૩મો નેશનલ રોડ સેફટી માર્ગદર્શન કાર્યક્રમ વલસાડ RTO કચેરીના ઇન્સ્પેક્ટર એ.પી. શાહ, અલ્પેશ ગામીત અને પી.પી. વાળંદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સાથે પશ્ચિમ રેલવેના અધિકારીઓ પણ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા. શાળાના બાળકોને વાહનો કેવી રીતે હંકારવા, લાયસન્સ, સલામતી અને સુરક્ષા વગેરેની વિસ્તૃત સમજ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જિતેન્દ્રકુમાર એમ ટંડેલે અધિકારીઓને આવકાર્યા હતા. મંડળના ઉપપ્રમુખ બળવંતરાય ડી ગજધર અને મંત્રી ડૉ. દીપકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ ભીખુભાઈ એમ દેસાઈએ આ પ્રકારના કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. વલસાડ RTO કચેરી દ્વારા શાળાના બાળકોને રોડ સેફટીના સૂત્રવાળા પતંગોનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ માટે જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારિયાએ પી.કે.ડી વિદ્યાલયને પસંદ કરી હોવાથી શાળા પરિવારે એમનો આભાર માન્યો હતો. શાળાના મદદનીશ શિક્ષક ધીરૂભાઈ સોલંકી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300