સેવાભાવી યુવાનોના બર્ડ રેસ્કયું અભિયાનનો પ્રારંભ કરાવતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ

સેવાભાવી યુવાનોના બર્ડ રેસ્કયું અભિયાનનો પ્રારંભ કરાવતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ
સેક્ટર-22માં જૈન દેરાસર પાસે પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા હેપ્પી યુથ ક્લબ, મા એનિમલ ફાઉન્ડેશન અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉત્તરાયણ દરમિયાન બર્ડ રેસ્ક્યુ કેમ્પ શરૂ કરાયો : ૮૦થી વધુ સ્વયંસેવકો શહેરના વિવિધ વિસ્તારમાં પક્ષી બચાવ કામગીરી કરશે
ગાંધીનગર : ગાંધીનગરમાં સમગ્ર વર્ષ દરમ્યાન ૩૬૫ દિવસ પક્ષી બચાવની સેવા પુરી પાડતી સંસ્થા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” દ્વારા આ વખતે હેપ્પી યુથ ક્લબ, મા એનિમલ ફાઉન્ડેશન અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર અપાવવાની સેવા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે ચારેય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ૧૭/૨૨ ખાતે સેક્ટર-૨૨માં જૈન મંદિર પાસે કલેકશન પોઇન્ટ બનાવવામાં આવ્યો છે જેનું આજે તા.૧૩મી જાન્યુઆરી શુક્રવારના રોજ બપોરે ૧૨.૩૯ કલાકે મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગાધીનગરના એસીએફ ઇન્ચાર્જ પી.આર.પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પક્ષી બચાવો અભિયાનમાં ૮૦થી વધુ યુવા સ્વયંસેવકો શહેરના વિવિધ વિસ્તારમાં ઉતરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓના બચાવની કામગીરી કરશે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે સેવાભાવી યુવાનોને બિરદાવવા સાથે શહેરીજનોને ચાઈનીઝ અને નાયલોન દોરીનો ઉપયોગ ના કરવા તેમજ સવારે ૭ થી ૯ અને સાંજે ૫ થી ૭ દરમિયાન પતંગ ના ચગાવવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે પ્રેમલસિંહ ગોલનો જન્મદિવસ હોવાથી યુવાનો દ્વારા તેમના હસ્તે કેક કટીંગ કરાવીને તેમના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત પક્ષીના બચાવ માટે પીવાયએસટીના હેલ્પલાઇન નંબર
તેજસ ગામિત – 7874008788
અમિત ગોંડ – 8401488588
વિવેક પરમાર – 9898825621
દેવલ ભાવસાર – 9624552555
સંકેત મહેતા – 9428548423
તેજસ રાવળ – 7990316970 (કોલવડા)
જાગૃત દવે – 9428050144 (સરગાસણ)
આશુતોષ તિવારી – 7436020111 (રાયસણ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300