સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ ભોજન નુ આયોજન કરવા માં આવ્યું

સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ ભોજન નુ આયોજન કરવા માં આવ્યું જામનગરમાં આહિર સમાજ તથા આહિર યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના દિવસે સમસ્ત આહિર સમાજ દ્વારા સમાજના 12માં સમુહ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, દર વર્ષે યોજાતા મહાપ્રસાદની સાથે સાથે સમાજ સેવાના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખાસ આયોજન કરી દરેક સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, મોડી રાત્રે યોજાયેલ લોકડાયરામાં ખ્યાતનામ ભજનિક બિરજુ બારોટએ ભક્તિભાવની સુરાવલીઓ છેડી અનોખો માહોલ ઉભો કર્યો તો લોક સાહિત્યકાર લાખણસીભાઈએ વિવિધ એઐતિહાસિક પ્રસંગોને વણી લઈ અનોખો જોમ જુસ્સો પૂર્યો હતો. આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ સહિત શહેરના સમાજના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. જામનગર જિલ્લાના આહિર સમાજ તથા આહિર યુવા ગ્રુપ, જામનગર દ્વારા 14મી જાન્યુઆરી – 2023, શનિવાર મકરસંક્રાંતિના દિવસે સાંજે જામનગર શહે2માં રહેતા સમસ્ત આહિર સમાજનું 12મું સમુહ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્ઞાતિ રત્નો-આગેવાનો અને સમાજના દરેક ભાઈઓ બહેનો એક મંચ પર એકત્રિત થઈ હેતભાવ અને સામાજિક આપલે થાય એ હેતુથી દર વર્ષે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ એમયૂઝમેન્ટ પાર્ક પાછળ, ઓસવાળ કોલોની સામે આવેલ મહાપાલિકાના વિશાળ ગ્રાઉન્ડમાં જુદા જુદા સમિયાણો ઉભો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવી હતી. આ કેમ્પનું સમાજના વરિષ્ઠ આગેવાનો- અગ્રણીઓની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમાજના યુવાનોએ સમાજ સેવાની આ જ્યોતમાં ભાગ લઈ ઉત્સાહ પૂર્વક બ્લડ ડોનેટ કર્યું હતું. સાંજ પડતા પડતા આ કેમ્પમાં 280 બોટલ બ્લડ એકત્ર થયું હતું. આ તમામ બ્લડને જીજી હોસ્પિટલના બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ જરૂરિયાત મંદ આ સેવાનો લાભ લઇ શકે, બ્લડ ડોનેશન કેમ્પનની સાથે સમૂહ ભોજનનો પણ પ્રારંભ કરાયો હતો. ભાઈઓ અને બહેનોનોના બે જુદાજુદા સમિયાણામાં શહેરભરના આહીર સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા.
આહિર યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમના અંતિમ ભાગમાં લોક સાહિત્ય કલાકાર લાખણશીભાઇ ગઢવી તેમજ ભજનીક બિરજુભાઇ બારોટના સંગાથે લોકડાય2ાનું પણ આયોજન કરાયું હતું. જેમાં લોકસાહિત્યકાર લાખણસીબબાઈએ આહીર સમાજના ઉજળા ઇતિહાસને સુર તાલના સંગાથે પોતાની અમૃત શબ્દવલીથી રજૂ કરી સમાજમાં નવો જોમ ભર્યો હતો. જ્યારે જાણીતા ભજનિક બિરજુભાઈ બારોટએ તમામ સુરાવલીઓ છેડી ઉઓસ્થિત સમાજના ભાઈઓ અને બહેનોને ભક્તિભાવમાં રસ તરબોળ કર્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત આહીર અગ્રણીઓ વાંચકગે જ્ઞાતિજનોના વિવિધિ પ્રશ્નો, અભ્યાસ અર્થે જાગૃતિ તેમજ માહિતીનું આદાન પ્રદાન અને વિચારોની આપલે થઈ હતી. જે આગામી સમયમાં સમાજ માટે નવો આયામ ઉભો કરશે.
આહીર સમાજના 25 હજાર ઉપરાંત ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન આહીર યુવા ગ્રુપના તમામ કમિટી સભ્યોએ આયોજનથી માંડી આખરી ઓપ અને પુર્ણાહુતી સહિતના સમયગાળા સુધીની સતત આયોજન મહેનતના પરિણામે કાર્યક્રમ સફળ રહ્યો હતો. મંડપ, ભોજન, બ્લડ કેમ્પ, બેઠક, ટ્રાફિક-પાર્કિંગ વ્યવસ્થા યુવા આગેવાનોની જુદી જુદી ટીમોએ સંભાળી સફળતાપૂર્વક યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સૌથી અગત્યની એવી આર્થિક મદદ સમાજના દાતાઓએ પુરી પાડી કાર્યક્રમનું રૂપરેખા નક્કી કરી હતી. જામનગર અને આહીર યુવા ગ્રુપ દ્વારા જામનગરમાં બારમોં સમૂહ ભોજન સમારંભમા આહીર યુવા ગ્રુપના પ્રમુખ ભાવેશભાઈ ગાગીયા ઉર્ફે બાદશાહ ભાઈની આગેવાનીમાં પધારેલા મહેમાનો કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય હેમતભાઈ ખવા આહીર સમાજના પ્રમુખ દેવશી ભાઈ પોસ્તરીયા ભીખુભાઈ વારોતરીયા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ,વગેરે આજુ બાજુના ના ટ્રસ્ટીઓ ને પ્રમુખ હોદેદારો વગેરે મોટી સંખ્યા માં આહિર સમાજ ના લોકો હાજર રહ્યા હતા. .
રિપોર્ટ : વિક્રમ ચુડાસમા લોકાર્પણ દૈનીક ન્યુઝ જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300