વાપીની ગેલેક્સી હોટેલનો વેઇટર ગુમ થયો.

વાપીની ગેલેક્સી હોટેલનો વેઇટર ગુમ થયો.
ખેરગામ : વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ગેલેક્સી હોટલના સ્ટાફ રૂમમાં રહી વેઈટરનું કામ કરતા અને મૂળ ઉત્તરાખંડ રાજ્યના જિલ્લા- બાગેશ્વર, થાના-કાપકોટ ગામ-પુરકુનીના રહેવાસી ૩૨ વર્ષીય રાજન ઉર્ફે રાજુ ઉત્તમસિંગ જાતે તા. ૦૩-૦૧-૨૦૨૩ના રોજ રાત્રે ૮-૦૦ વાગ્યાના સુમારે વાપી જીઆઈડીસી ગેલેક્સી હોટેલ વૈશાલી ઓવરબ્રીજ પાસે, ને.હા.નં ૪૮ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર ક્યાંક જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત આવ્યા નથી. ગુમ થનારે વાદળી કલરની ટી શર્ટ, વાદળી કલરનું જીન્સનું પેન્ટ અને કાળા કલરના બુટ પહેરેલા છે. ગુમ થનારની ઊંચાઈ ૫ ફૂટ ૨ ઈંચ, શરીરે મજબૂત બાંધાના અને રંગે ઘઉંવર્ણના છે. તેઓ હીન્દી ભાષા જાણે તથા બોલે છે. આ વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300