ખેરગામ કુમાર શાળા માં પ્રકૃતિકી પાઠશાલા” કાયૅક્રમ યોજવામાં આવ્યો.

ખેરગામ કુમાર શાળા માં પ્રકૃતિકી પાઠશાલા” કાયૅક્રમ યોજવામાં આવ્યો.
ખેરગામ : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર તથા સંઘર્ષ સેવા સંસ્થા દ્વારા નવસારી,જિલ્લાની ખેરગામ કુમાર શાળામાં” પ્રકૃતિકી પાઠશાલા” કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પ્રકૃતિ કી પાઠશાલા કાયૅક્રમ યોજવાનું કારણ આજે વિશ્વ આખું વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. પણ જાણ્યે અજાણ્યે માનવી પ્રકૃતિને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહેલ છે.જો આવી રીતે પયૉવરણનો બગાડ સતત ચાલુ રહ્યો તો પૃથ્વી પરનુ તાપમાન માં વધારો થશે.સાથેકુદરતી આફતનો વધારો થશે. પ્રયવર્ણીય ઘટકો જમીન,હવા,પાણી, અને જીવ સૃષ્ટિનું શુદ્ધ માત્રામાં મળવું મુશ્કેલ થશે જેને કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધશે માનવી પશુ,પંખીઓમા રોગનું પ્રમાણ વધશે, જમીનનુ પ્રદુષણ વધવાથી ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટશે. કિટકોનુ પ્રમાણ વધશે. ધાન્ય પાકોની અછત વર્તાશે. મોઘવારીમા વધારો થશે.દરિયા કાંઠાના ગામો પાણીમાં ડૂબમા જશે. જેથી ઘર,ઘંધાના સ્થળે જરુરિયાત મુજબ વિજળી નો વપરાશ કરીએ.વધુ પ્રમાણમાં સૌર ઊર્જા,પવન ઊર્જા અને પાણીથી ઉત્પન્ન થતી વિજળીનો વપરાશ કરીએ. LED બલ્બ આને ટ્યુબ નો વપરાશ કરીએ. જરુર હોય ત્યાં LED લાઈટનો વધુ ઉપયોગ કરીએ.પેટ્રોલ, ડીઝલના વિહનોનો ઉપયોગ ઘટાડીને તેના બદલે CNG,LPG અને ઈલેક્ટ્રીક થી ચાલતા વિશ્વનો ઉપયોગ વધારીએ. કચરો ઓછો ઉત્પન્ન થાય તેની તકેદારી રાખવએ . સિંગલ ઉસ પ્લાસ્ટિક. નો ઉપયોગ ના કરીએ. વારંવાર વાપરી શકાય તેવી વસ્તુઓ નો ઉપયોગ વધારીએ.વૃક્ષો સંરક્ષણ સંવધૅન કરીએ વધુમાં વધુ વૃક્ષો નું વાવેતર અને ઉછેર કરીએ. આમ સ્કુલમાં પયૉવરણ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે તો બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થશે અને આવનાર પર્યાવરણિય આફતોને હળવી કરી શકાશે એવા આશયથી પ્રકૃતિ કી પાઠશાલા કાયૅક્રમ યોજવામાં આવ્યો.પાણીનું પ્રદૂષણ વધવાથી પાણી જન્ય રોગોમાં વધારો થશે અને પાણીનો સતત બગાડ ચાલુ રહ્યો અને જરૂરીયાત મુજબ પાણીનો ઉપયોગ નહીં કરવામાં આવે તો પીવાના પાણીની ગંભીર સમસ્યાનો ઊભી થશે. અને પાણી માટે યુદ્ધ થશે અને પ્રકૃતિ ને કેવી રીતે બચાવી સકિયે એવી ફિલ્મો તથા પ્રેઝન્ટેશન દ્વારા સમજવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયે. બાળકોને પ્રશ્નોતરી સ્પર્ધા કરવામાં આવેલ ૧૫ વિધાર્થીઓને ઈનામ આપવામાં આવેલ તેમજ શાળાને પુસ્તકોનો સેટ તેમજ મોમેંટો આપી સન્માનિત કરવામાં આવેલ.આ કાયૅક્રમનું સંચાલન સંઘર્ષ સેવા સંસ્થા પાટડી દ્વારા કરવામાં આવ્યુ હતું.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300