હારીજ શહેર ભાજપા અને જલીયાણ ગ્રુપ દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો

હારીજ શહેર ભાજપા અને જલીયાણ ગ્રુપ દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો..
પાટણના હારીજ જલીયાણ ગ્રુપ પરિવાર અને શહેર ભાજપા દ્વારા જિલ્લા મા નવનિયુક્ત થયેલા જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ નો સન્માન સમારંભ યોજાયો હતો.
સન્માન સમારંભમાં ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે હારિજમાં મારું શિક્ષણ સાથે પાયાનું ઘડતર થયું છે.અને મારું ગામ બિલિયા પણ સાવ નજીક આવેલું છે માટે મારા વતન જેવું છે.માટે મારું હારીજ મારું પણું છે. માટે હારીજ સાથે આત્મીયતા થી જોડાયેલો છું માટે હારીજ ના બધા સાથે મળી હારીજ ને રળિયામણું બનાવવા સતત પ્રયત્નશીલ રેહવા જણાવ્યું હતું.જલિયાણ ગ્રુપ ના મિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નગર પાલિકાએ જે નગરસેવકો ને વિજય અપાવી જવાબદારી સોંપી છે એને ખેલદિલી પૂર્વક નિભાવજો અને ગામની સમસ્યાઓ લોકો રજુઆત લઇ ને આવે તેને ધ્યાન પૂર્વક સાંભળી લોકોને સંતોષકારક જવાબ આપી સમસ્યાઓ દૂર કરવા તત્પર રેહવા જણાવ્યું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોરે જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ ના પ્રમુખ સ્થાને ચોક્કસ જિલ્લામાં સંગઠન મજબૂત બનશે અને જિલ્લામાં વિકાસ તેજ ગતિએ વધશે.અને પાલિકાની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખમાં બંને મહિલાઓ વહીવટમાં છે. શહેર માં અનેક સમસ્યાઓ છે.જે દૂર કરવા સરકાર પણ તત્પર છે.અને સરકારમાં ગાંધીનગર સુધી જવા માટે તૈયારી દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ દશરથજી ઠાકોર,ભાવેશભાઈ પટેલ,પાલિકા પ્રમુખ ધરતીબેન સચ્ચદે,પાલિકા ઉપ પ્રમુખ કિંજલબેન મહેતા,ફરશુભાઈ ઠકકર,નિલેશભાઈ રાજગોર,યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,સતિષભાઈ ઠકકર,હસુભાઈ ઠકકર,શહેર પ્રમુખ ઋષિભાઈ ઠકકર , વગેરે અગ્રણીઓ,કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300