રાધનપુર મારૂતિ પ્લાઝા શોપિંગમાં સાફ સફાઈ અને પાર્કિંગ મુદ્દે નોટીસ..

રાધનપુર મારૂતિ પ્લાઝા શોપિંગમાં સાફ સફાઈ અને પાર્કિંગ મુદ્દે નોટીસ..
બે દિવસમાં સાફ સફાઈ અને પાર્કિંગ ખુલ્લું નહીં થાય તો શોપિંગ સીલ થશે..
શોપિંગના નકશા મુજબ ટોયલેટ બ્લોક મૂકવામાં આવ્યા કે નહીં તેની તપાસ જરૂરી..
રાધનપુર વારાહી હાઇવે ને અડીને બનાવવામાં આવેલ મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરના ભોંય તળિયે બનાવવામાં આવેલ પાર્કિંગ ખુલ્લું કરવા તેમજ સાફ સફાઈ નો અભાવ રૂબરૂ મુલાકાત દરમ્યાન મદદનીશ કલેકટરને જણાતાં તેમની સૂચના થી નગર પાલિકા દ્વારા શોપિંગ સેન્ટર ના માલિકને પાર્કિંગ અને સાફ સફાઈ ની કામગીરી બે દિવસમાં કરવામાં નહી આવે તો શોપિંગને સીલ કરવાની નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાધનપુર વારાહી હાઇવે ઉપર આવેલ મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર માં એક માત્ર ટોયલેટ બ્લોક આવેલો છે જેમાં સાફ સફાઈ ન અભાવે દુકાનદારો ઉપયોગ કરી શકતા નથી અને અત્યંત દુર્ધંધ ના કારણે દુકાનદારોને દુકાનમાં બેસવું મુશ્કેલ બન્યું છે.જ્યારે શોપિંગ સેન્ટરના ભોંયરામાં બનાવવામાં આવેલ પાર્કિંગ બંધ રાખવામાં આવતા શોપિંગમાં પાર્કિંગ ની અવ્યવસ્થા સર્જાતી હતી. તા. 20 મી માર્ચની સાંજે હાઇવે ઉપર ના દબાણ હટાવવા ની કામગીરી દરમ્યાન મદદનીશ કલેકટર દ્વારા શોપિંગ માં આડેધડ વાહનોનું પાર્કિંગ જાણતા તેમને શોપિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સાફ સફાઈ નો અભાવ જણાતાં તેમણે શોપિંગ સેન્ટર ના દુકાનદારોને સાફ સફાઈ અને પાર્કિંગ મુદ્દે મૌખીક સુચના આપી હતી. નગર પાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના માલિક રાજીવકુમાર લક્ષ્મીરામ તથા તેમના ભાગીદારોના નામે શુક્રવારના રોજ નોટિસ આપવામાં આવી હતી જેમાં પાર્કિંગ તેમજ સાફ સફાઈ ની કામગીરી દિન બેમાં કરવી નહીતો શોપિંગ સેન્ટર ની સીલ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે શોપિંગ સેન્ટરના બિન ખેતીના નકશા મુજબ ટોયલેટ બ્લોક મુકવામાં આવેલા છેકે નહીં તેની પણ ખાતરી કરવામાં આવે તેમજ ત્રણ માળાના શોપિંગમાં લિફ્ટ સુવિધા કાર્યરત છેકે કેમ તેની પણ પાલિકા દ્વારા તપાસ કરાવવી જોઈએ તેવી શોપિંગ સેન્ટરના દુકાનદારોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300