કલેકટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

કલેકટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
પ્રજાલક્ષી પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા કલેકટરશ્રીની અધિકારીઓને સૂચના
જૂનાગઢ : કલેક્ટર શ્રી રચિત રાજે પ્રજાલક્ષી પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતા.
કલેક્ટર કચેરીના શાખાધ્યક્ષ સાથેની આ સમીક્ષા બેઠકમાં ડિસ્ટ્રિક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ, આઈઆરસીએમએસ, આઈએફએમએસ, ઈ-ધરા હેઠળની વિવિધ મહેસૂલી સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ એડીએમ સહિતના શાખાના પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓ સંદર્ભે પણ જરૂરી સૂચનાઓ કલેકટરશ્રીએ આપી હતી.
આ બેઠકમાં કલેક્ટર કચેરીના જુદી-જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300