રાજુલા તાલુકાના કથીવદર ગામે સરપંચનાઅધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન……

રાજુલા તાલુકાના કથીવદર ગામે સરપંચનાઅધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન……
રાજુલાના કથીવદર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભા સરપંચ બાબુભાઈ વાઘના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અને ગામમાં વિકાસના કામો કઈ રીતે આગળ વધારીએ સહિત વિવિધ બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ મીટીંગમા ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અને ગ્રામજનોના પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે તેમ સરપંચ બાબુભાઈ વાઘ તેમજ તલાટી મંત્રી રાજેશ વાધેલા દ્વારા જણાવાયું હતું……
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300