રાજુલાના કુભારીયા ગામે પીએસઆઇ ગોહિલના અઘ્યક્ષતામા મીટીંગ યોજાઇ

વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ અંતર્ગત,
રાજુલાના કુભારીયા ગામે પીએસઆઇ ગોહિલના અઘ્યક્ષતામા મીટીંગ યોજાઇ……
રાજુલા તાલુકાના કુભારીયા ગામે ગ્રામજનો સાથે વ્યાજખોરો નાબુદીન ઝુંબેશ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.ડી. ગોહિલના અધ્યક્ષતામાં યોજાઇ હતી. અને લોકોને જણાવ્યુ હતુ કે, આપની આસપાસ કોઈપણ વ્યક્તિ વ્યાજખોરનો ભોગ બન્યો તેમજ કોઈપણ વ્યાજખોરો લોકોને હેરાન-પરેશાન કરતો હોય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું હતું. અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સાયબર ક્રાઇમ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન સહિત વિવિધ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે સરપંચ ભરતભાઈ રાદડિયા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા……
રીપોર્ટ :-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300