વેરાખાડી ખાતે નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ નુંઆયોજન

વેરાખાડી ખાતે નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ નુંઆયોજન
સુરજબા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખંભોળજ દ્વારા આયોજિત વિનામૂલ્ય સર્વોરોગ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ નુંઆયોજન
તા. 11 જાન્યુઆરી 2023 શનિવાર ના રોજ વેરાખાડી તા. જિ.આણંદ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર પ્રેરિત સૂરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ખંભોળજ તેમજ હનુમંત પરમાર્થ આશ્રમ, વહેરા ખાડી દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજ તા.જી.આણંદ ખાતેના વૈધ પંચકર્મશ્રી વૈધ મયુર જે મશરૂ ના માર્ગદર્શન હેઠળ વિષય અનુરૂપ સ્વાસ્થ્ય પત્રિકા વિતરણ તેમજ આયુર્વેદ અને હોમિયોપથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનુક્રમે આયુર્વેદના ૧૧૪ અને હોમિયોપેથી ના ૬૭ દર્દીઓ એમ કુલ ૧૮૧ લાભાર્થીઓએ લાભ લીધેલ.
આ ઉપરાંત કોરોના પ્રતિરોધક ઉકાળા અને સંશમની વટી અને આર્સેનિક આલ્બ ૩૦ નું વિતરણ પણ કરવામાં આવ્યું.આ સાથે પત્રિકા વિતરણ, પોષણ પ્રદર્શન, યોગ સારવાર જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી. કેમ્પમાં સેવા આપનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, વૈધ અનુરાધા એમ અગ્રવાલ- આર.એમ.ઓશ્રી (આયુર્વેદ નિષ્ણાંત), ડૉ.ઋત્વિક ડી.ત્રિવેદી- હોમિયોપેથિક એમ.ઓ શ્રી(હોમિયોપેથી નિષ્ણાંત), શ્રીમતી પ્રીતિબેન પરમાર– સ્ટાફ નર્સ, શ્રીમતી દક્ષાબેન વસાવા- કુક, શ્રી ચિરાગ સોલંકી- આઉટસોર્સ સેવક, શ્રીમતી ભાવનાબેન ચાવડા – યોગ નિષ્ણાંત દ્વારા સુંદર ફરજ બજાવવામાં આવી હતી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300