ભરૂચ-નર્મદા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું

ભરૂચ-નર્મદા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું
Spread the love

ભરૂચ-નર્મદા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું

પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા રહ્યા ઉપસ્થિત

આજરોજ પત્રકાર એકતા પરિષદની ભરૂચ-નર્મદા જિલ્લાનું મહાઅધિવેશન આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં પ્રદેશ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, નર્મદા જિલ્લા પ્રમુખ સુનીલભાઈ વર્મા, સહિત સામાજિક સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના પત્રકાર મિત્રો અને તાલુકા પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને પત્રકાર મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું પુષ્પહાર અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાજર પત્રકારમિત્રો ને સંબોધતા પ્રદેશના હોદ્દેદારોએ પત્રકાર એકતા પરિષદ એક પરિવાર ભાવથી કામ કરતી સંસ્થા છે અને સંગઠન થકી તમામ પત્રકાર મિત્રો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે તેમ પ્રકાશ પાડ્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સૌ પ્રથમ કામગીરી કરનાર તમામ પત્રકાર મિત્રો અને પદાધિકારીશ્રીને અભિનંદન પાઠવી અને પોતાનાં પ્રવચન માં પત્રકાર મિત્રોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ માત્ર એક એવી પત્રકારોની સંસ્થા છે કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે કામ કરી રહી છે. સરકાર સાથે વાટાઘાટો મારફત પત્રકારોના 9 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવા તરફ પ્રયાણ આંતાર્યું છે, વધુ ઉમેર્યું હતું કે આજના સમયમાં પત્રકાર એકતા પરિષદ ના માધ્યમ થી આપણે સૌ એ લોક હિત ના કાર્યોમાં જોડાવાનું છે. પત્રકારો ની સ્થિતિ 25 વર્ષ પહેલા જે હતી તે જ આજની સ્થિતિએ છે ત્યારે પત્રકાર એકતા પરિષદ પત્રકારોના હિત માટે ખડેપગે રહી અને ભવિષ્યમાં પત્રકારોની સ્થિતિ ખૂબ જ સારી બને તેવો ચિતાર રજૂ કર્યો હતો. અધિવેશનમાં હાજર તમામ પત્રકારોને હમ ટીવી ભરૂચ દ્વારા દરેકને ગિફ્ટ આપવામાં આવી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!