ભારતના ૭૪મા પ્રજાસત્તાક પર્વની સંજય થોરાતના ઘર આંગણે દમામભેર ઉજવણી કરવામાં આવી!

ભારતના ૭૪મા પ્રજાસત્તાક પર્વની સંજય થોરાતના ઘર આંગણે દમામભેર ઉજવણી કરવામાં આવી!
Spread the love

ભારતના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતના ઘર આંગણે પ્રતિ વર્ષની જેમ કરવામાં આવી હતી.  ભારતના પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સુંદર રંગોળી રિદ્ધિ થોરાત દ્વારા પુરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વને અનુરૂપ મુખ્ય મહેમાન દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરાંગન મ્યુઝિકલ ગ્રૂપના ભરતભાઈ ઠાકર, ચેતન દરજી, ઋષિ, અનન્યા, ડૉ. સંજય શાહ અને વિજય તિવારીએ દેશભક્તિના ગીતો કરાઓકે પર પ્રસ્તુત કર્યા હતા જ્યારે મિલાપ ટાટારિઆ દ્વારા આત્મરક્ષણ માટે ટેકવાન્ડોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે અગાઉ સંજય થોરાતના ઘર આંગણે જેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું એવા પાંચ સભ્યો એટલે કે ડૉ. અમી શાહ, આઈએએસ એચ. એસ. પટેલ, ડૉ. નીતાબહેન શેખાત, રાજુભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ડૉ. નીતાબહેન શેખાત, ડૉ. અમી શાહ, ડૉ. સંજય શાહ, કવિ શ્રી કિશોર જિકાદરા, રક્ષિત પંડિત, રાજુભાઈ પટેલ, નિકુંજ શુક્લા, રમણભાઈ વાઘેલા, કુંતલભાઈ નિમાવત, બ્રિજેશ સુખડીયા, કશ્યપ નિમાવત, અજય પ્રજાપતિ, જયેશ ગાંધર્વ, વૈશાલી ચાવડા વગેરે દેશપ્રેમીઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતમાં વૃંદાવન સ્વીટના બ્રિજેશ સુખડીયા દ્વારા સૌનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!