સેવાભાવી યુવાનોના બર્ડ રેસ્કયુ અભિયાનને મહાનગરપાલિકાએ સન્માનિત કર્યુ.

સેવાભાવી યુવાનોના બર્ડ રેસ્કયુ અભિયાનને મહાનગરપાલિકાએ સન્માનિત કર્યુ.
ગાંધીનગર : ઉત્તરાયણ દરમ્યાન “પક્ષી બચાવો અભિયાન – ૨૦૨૩” અંતર્ગત ચાર સંસ્થાઓ પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ, હેપ્પી યુથ ક્લબ, મા એનિમલ ફાઉન્ડેશન અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુકત રીતે કરવામાં અાવેલા બર્ડ રેસ્કયુ સેવા કાર્યને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા તા.૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાંં ચારેય સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટ, મ્યુ.કમિશનર સંદીપ સાંગળે સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગરમાં સમગ્ર વર્ષ દરમ્યાન ૩૬૫ દિવસ પક્ષી બચાવની સેવા પુરી પાડતી સંસ્થા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” દ્વારા આ વખતે હેપ્પી યુથ ક્લબ, મા એનિમલ ફાઉન્ડેશન અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર અપાવવાની સેવા માટે સે.૨૨માં જૈન મંદિર પાસે કલેક્શન પોઇન્ટ બનાવી પક્ષી વચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પક્ષી બચાવો અભિયાનમાં ૮૫થી વધુ યુવા સ્વયંસેવકોએ શહેરના વિવિધ વિસ્તારમાં ઉતરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓના બચાવની સેવા આપી હતી. આ ઉપરાંત ચાઈનીઝ દોરીના આશરે ૧૫ કિલો જેટલાં ગુંચળાઓને સંસ્થાઓના સ્વયંસેવકોએ એકઠાં કરીને મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા દોરીના ગુંચળાઓ કલેક્શન કરવાના અભિયાનમાં મેયર હિતેષભાઇ મકવાણાને સોંપી હતી અને તે સાથે યુવાનોએ આ દોરીના પેટે મળવાપાત્ર વળતરને લેવાને બદલે તે કાર્ય યુવાનોની સ્વૈચ્છિક ફરજનો ભાગ હોવાનું જણાવી વળતર જતુ કરીને તે વળતરની રકમને શહેરમાં જીવદયાના કાર્યમાં વાપરવા મેયરશ્રીને લેખિતમાં અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ પછી પણ સર્પ-પશુ-પક્ષીઓનું નિયમિત રેસ્ક્યુ સેવા અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300