ખેડબ્રહ્મા:શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

ખેડબ્રહ્મા:શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનો રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ યોજાઈ ગયો.
તા.22-1-2023 ને સોમવારે સાંજે 9-39 કલાકે શ્રી જ્યોતિ વિદ્યાલય કેમ્પસ માંથી જગતજનની માં અંબા ની આરાધના કરી
ધોરણ 6 થી 8 ના 61 વિદ્યાર્થીઓના રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસની શરૂઆત સીતારામ ટ્રાવેલ્સ ઈડરના સાનિધ્યમાં કરી હતી.
સાંજની મુસાફરી કરી સવારના જોધપુર થી પ્રવાસની શુભ શરૂઆત કરી હતી ઐતિહાસિક નગરી એવા જોધપુરના કિલ્લાની બાળકોને ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ જોધપુરના વિવિધ સ્થળો ની મુલાકાત કરી રણુજા તરફ પ્રયાણ કર્યું હતું.
રણુજા બાબા રામદેવ પીર ના દશૅના કરી, રાત્રી રોકાણ રણુજા કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે રણુજા થીં જેસલમેર તરફ પ્રયાણ કરી ઐતિહાસિક નગરીના કિલ્લા ની અદભુત કોતરણી અને કિલ્લા માં રાજા ના પહેરવેશ, તલવાર,ભાલા અને રહેણીકરણી ખાનપાન વિશે ની માહિતી ગાઈડ દ્વારા મેળવી હતી.
ત્યારબાદ જેસલમેર થી સમ રણ તરફ જવા રવાના થયા હતા.
સમ રણમાં બાળકોને જીપ સવારી અને કેમલ સવારી કરાવતા બાળકોમાં રોમાંચક આનંદની અનુભૂતિ થઈ હતી.
રેતી ના કુદરતી ઢુવા જોઇને બાળકો ખુશી ના માયૉ ઝુમી ઉઠ્યા હતા.
ત્યારબાદ સાંજનું રોકાણ ટેન્ટ સિટી માં રાખતા રજવાડી ઠાઠથી તમામ બાળકો નું કંકુ તિલક થી સ્વાગત કર્યું હતું.
રાજા રજવાડાઓ વખતે નૃતિકાઓ દ્વારા થતા મુજરા ડાન્સથી અમારા સૌના દિલ જીતી લીધા હતા. બાળકો એ ગુજરાત નો ગરબાની રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો.
ત્રીજા દિવસે સવારે બાળકો એ લોન્ગોવાલા બોડૅર પર ના બી.એસ.એફ કેમ્પ ની મુલાકાત કરી હતી.
આ દિવસે 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ હોય ભારત ની આન બાન શાન સમા ત્રિરંગાને બાળકો દ્વારા સલામી આપવામાં આવી હતી.
વંદેમાતરમ્ ગીત ના ગાન સાથે ભારત ના વીર સપૂતોને
નત મસ્તક નમાવી ત્યાં ના બીએસએફના કેપ્ટન દ્વારા બાળકો ને ભારત પાકિસ્તાન બોર્ડર પર થયેલ યુધ્ધ વિશે ની માહિતી મેળવી સાથે ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી.
ત્યારબાદ ભારત પાકિસ્તાન ઝીરો બોર્ડર પરના તૈનાત કેપ્ટન અને બોડૅર સિક્યુરિટી ફોસૅ ના જવાનો સાથે બાળકોને મુલાકાત કરાવી ભારત પાકિસ્તાન બોર્ડર પર થતી ગતિ વિધીઓ ની માહિતી મેળવી હતી.
રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બાળકોએ બોડૅર પર વંદેમાતરમ્ ના નારા સાથે વાતાવરણને ગજવી દીધું હતું.
સલામ છે એવા વીર જાંબાજોને કે પોતાની પરવા કર્યા વગર સીમા પર સુરક્ષા કરી દેશનું રક્ષણ કરે છે.
રાજસ્થાન ના આ ઐતિહાસિક શૈક્ષણિક પ્રવાસ સીતા રામ ટ્રાવેલ્સ ઈડર ના માલિક ઈશ્વર ભાઈ સુથાર ના કોન્ટ્રાક્ટ હેઠળ બાળકોને શુદ્ધ અને સાત્વિક સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન તેમજ રહેવાની સુપેરિયર વ્યવસ્થા આપવામાં આવી હતી.
જેની નોંધ પ્રવાસ માં આવનાર બાળકોના વાલી મિત્રોએ મેળવી પ્રવાસ ના સુંદર આયોજન બદલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો, આચાર્યશ્રી ધીરુભાઈ તથા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ અને બસ કોન્ટ્રાક્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300