પછાત ગણાતા જાફરાબાદ માં શિક્ષણ નું સ્તર વધારતા શિક્ષક નું સન્માન

પછાત ગણાતા જાફરાબાદ માં શિક્ષણ નું સ્તર વધારતા શિક્ષક નું સન્માન
જાફરાબાદ શહેરની કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પૂર્વ આચાર્ય શ્રી મહંમદ ઈકબાલભાઈ આર. હબસી ને જાફરાબાદ તાલુકા ક્લસ્ટર માં ૨૬મી જાન્યુઆરીએ! પ્રજાસત્તાક તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે જાફરાબાદ ના મામલતદાર શ્રી પીઆઇ શ્રી એ ટીડીઓ ના વરદહસ્તે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. શિક્ષક ની શાળાકીય સહ
અભ્યાસિક નાવીન્ય પૂર્ણ પ્રયોગો સામાજિક ક્ષેત્ર પ્રદાન વિગેરે માં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ છે. તે બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય હાર્દિક અભિનંદન પાઠવે છે.
શ્રી હબસી મહંમદ ઈકબાલભાઈ એ સમગ્ર શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે. અને સાથે સાથે મુસ્લિમ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. તેઓનાં અભ્યાસ કાળ દરમ્યાન સને/ ૧૯૮૫-૮૬ ના વર્ષમાં પારેખ મહેતા હાઇસ્કુલ માં બેસ્ટ સ્ટૂડન્ટ એવોર્ડ ( શ્રેષ્ઠ છાત્ર) તરીકે ચાંદીનો શિલ્ડ તથા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે નોંધવું જરૂરી છે કે જ્યારે તેઓ બ્રાંચ પ્રાથમિક શાળા જાફરાબાદ માં આચાર્ય હતા ત્યારે બ્રાંચ પ્રાથમિક શાળાને સને/૨૦૦૮મા ગુણવત્તા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પછી સને/ ૨૦૧૩/૧૪મા અમરેલી જીલ્લા મિશન ગુણોત્સવમાં શાળાને A ગ્રેડ અપાવી અમરેલી મુકામે માનનીય, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આરીતે અવારનવાર પ્રસંશનીય કામગીરી કરી અનેક વખત સન્માનિત થયેલ છે. સરકાર શ્રી તરફથી સોંપાતી કોઈ પણ પ્રકારની કામગીરી હોય જેવીકે ચુંટણી લક્ષી, વસ્તી ગણતરી , સ્વચ્છતા અભિયાન , વ્યેસનમૂકતી, કન્યા કેળવણી, જેવી અનેક કામગીરી ઓ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી પૂર્વક નિભાવેલ છે. તેઓનો મિલનસાર સ્વભાવ, સેવાકીય પ્રવૃતિઓ ના કારણે દરેક હિન્દુ, મુસ્લિમ, સમાજમાં સારી લોક ચાહના ધરાવે છે. તેઓ સામાજિક શૈક્ષણિક તથા આરોગ્ય લક્ષી બાબતોમાં અંગત રસલઈ કોમી એકતાની મિશાલ પૂરી પાડેલ છે . અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. આવી જુદી જુદી પ્રવૃત્તિઓ ના લીધે તેઓને કન્યા શાળા પરિવાર તથા તાલુકા કલ્સ્ટરના તમામ શિક્ષક ભાઈ બહેનો સ્નેહીજનો તેમજ આતકે મહંમદ ઈકબાલભાઈ ને સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના (એન.જી.ઓ)ના નેશનલ ચેરમેન શ્રી એચ.એમ.ઘોરી સાહેબે તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ આર. સોલંકી એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે. ટી.પી.ઓ. શ્રી, બી.આર.સી., સી.આર.સી., પે. સેન્ટર શાળાના આચાર્ય શ્રી, કન્યા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ , તથા શાળા પરિવાર તેમજ જાફરાબાદ તાલુકાના કલ્સ્ટરના શિક્ષણ ગણ અભિનંદન પાઠવે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300