એસવીઆઈટી – વાસદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

એસવીઆઈટી – વાસદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
Spread the love

એસવીઆઈટી – વાસદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી એસવીઆઇટી વાસદ ખાતે ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ડી. પી. સોની (આચાર્ય)ના વરદહસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્ય (એન્જિનિયરિંગ) ડૉ. ડી. પી. સોનીએ ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે કોવિડ પછીના જીવનમાં નવા પરિવર્તન સાથે શિક્ષકોની વિશેષ ભૂમિકા રહી છે અને રાષ્ટ્રનિર્માણમાં તેઓ પોતાનું સારું યોગદાન આપી શકે તે માટે નવા બદલાયેલા પરિવર્તનો સાથે કાર્ય કરવું જરૂરી છે.
આસપાસના ગ્રામ્યજનોએ આ રાષ્ટ્રીય પર્વ મા જોડાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરી હતી.
આ પ્રસંગે કોલેજના સર્વે સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ પોતાની સેવાઓ પૂરી પાડી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી.પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સર્વે ને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!