અંબાજી : એલોપેથીક દવાઓનો જથ્થો સળગેલી હાલતમાં બિન વારસી મળ્યો

અંબાજી ગુલઝારી પુરા વિસ્તારમાં એલોપેથીક દવાઓનો જથ્થો સળગેલી હાલતમાં બિન વારસી મળ્યો ,2023- 24 ની દવા કોણે સળગાવી….???
શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અંબાજીની વાત કરવામાં આવે તો આ નગર માં અંબાના મંદિર થી જાણીતું છે ત્યારે આ નગરમાં મંદીર સિવાય હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો,ધર્મશાળાઓ,હોટલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે અંબાજી માનસરોવર પાસે આવેલા ગુલઝારી પુરામા આવેલા આરોગ્ય કેન્દ્ર નંબર 3 નજીક દવાઓ મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. પાછળ આરોગ્ય કેંદ્ર બ્રહ્નપુરી વિસ્તારમા આવેલુ છે અને આ દવા મળી તે આ સારવાર કેંદ્ર નજીકનો વિસ્તાર ગણાય છે.
આવું હિન કૃત્ય કોને કર્યું તેતો હાલ જાણવા મળ્યું નથી પરંતુ આ આરોગ્ય કેન્દ્રની પાસે કોણે 2023 અને 2024 નો દવાનો જથ્થો સળગાવ્યો તે મુદ્દો હાલ વિવાદ મા આવતા અંબાજી ખાતે સોંપો પડી ગયો છે. આ એલોપેથીક દવાઓનો જથ્થો સળગેલી હાલતમાં અને બિન વારસી હાલતમાં જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300