સગીરને માર મારવાના મામલે જામનગરના બે પોલીસ કર્મી સસ્પેન્ડ

સગીરને માર મારવાના મામલે જામનગરના બે પોલીસ કર્મી સસ્પેન્ડ
સગીરને માર મારવાના પ્રકરણમાં જામનગર પોલીસવડાએ બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતાં શહેરના પોલીસબેડામાં ચકચાર મચી છે.
એસ.પી. દ્વારા સીટી બી ડીવીઝનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
હિતેશ ચાવડા અને વનરાજ ખવડને કર્યા સસ્પેન્ડ
જામનગરમાં પોલીસ દ્વારા એક સગીરનને માર મારવામાં આવ્યો હોવાનો મુદ્દો ગાજયો હતો. આ પ્રકરણની એસપી પ્રેમસુખ ડેલુંને કાને વાત પડતા તેમણે તાબડતોબ તપાસના આદેશ છોડયા હતા. જેમા તપાસ બાદ સત્ય બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી હાલ પૂરતા ઘરે બેસાડી દીધા છે. આકરી કાર્યવાહીને લઇ જામનગર પોલીસ આલમમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હિતેશ ચાવડા અને વનરાજ ખવડ સસ્પેન્ડ
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર કોઇ પોલીસ કેસમાં અનુસૂચિત જાતિના સગીરને જામનગર સીટી બી ડીવીઝન પોલીસના ડી-સ્ટાફના હિતેશ ચાવડા અને વનરાજ ખવડએ માર માર્યો હતો. ત્યારબાદ આ મુદ્દો ચર્ચાયો હતો જે અંગે સગીરના પિતાએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંને રજુઆત કરી હતી. ગંભીરતાને ધ્યાને લઇ એસપીએ તાત્કાલિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના હિતેશ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કરવાનો હુકમ છોડ્યો હતો. આજે શુક્રવારે બપોર બાદ આ કાર્યવાહી કરાઈ હતી. જેને લઈને શહેરના પોલીસબેડામાં ચકચાર મચી છે.
આકરી કાર્યવાહીથી શહેરભરમાં ચર્ચા
ઉલ્લેખનીય છે કે કાયદાની જોગવાઈ મુજબ સગીર આરોપીઓના નામ પણ ગોપનીય રાખવાના હોય છે આવી સ્થિતિએ
પોલીસ મથકમાં જ મારમારવાની ઘટના બહાર આવતા એસપીએ આકરી કાર્યવાહી કરી હતી. જોકે કયા કારણોસર સગીરને માર મારવામાં આવ્યો હતો તે બહાર આવ્યું નથી.
રિપોર્ટ : વિક્રમ ચુડાસમા લોકાર્પણ દૈનીક ન્યુઝ જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300