14મી રાષ્ટ્રીય કલા શિબિર કલેશ્વરીના પટાંગણમાં યોજાઈ.

રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ અંતર્ગત કલાપ્રતિષ્ઠાન આયોજિત 14મી રાષ્ટ્રીય કલા શિબિર કલેશ્વરીના પટાંગણમાં યોજાઈ.
જિલ્લા વિકાસ અધિકારી કે ડી લખાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના સિદ્ધ હસ્તકલાસાધકોની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય સાથે શ્રીફળ વધેરીને રાષ્ટ્રીય કલાશિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. 14 મી રાષ્ટ્રીય કલાશિબિરની સંપૂર્ણ આચારસહિતાનુ માર્ગદર્શન કલાપ્રતિષ્ઠાન અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આપ્યું હતું. આ સમારોહમાં વસંતપંચમીના પાવન પ્રસંગે શરૂ થતી કલા શિબિરમાં ઉપસ્થિત કલાસાધકોનું કંકુ અક્ષત વડે પૂજન કરવામાં આવ્યું.
આ અવસરે શિબિરાર્થીઓને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ કલાપ્રતિષ્ઠાન કલાપ્રવૃતિ સાચા અર્થમાં કલાનું સંવર્ધન કરતી સંસ્થા છે અને કલાકારોને કલાક્ષેત્રની નવી ઊંચાઈ આપવાની આ યજ્ઞીય પ્રવૃત્તિ બિરદાવી અને કલાપ્રવૃત્તિની સરાહના કરીને સંવાહકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કલાશિબિરના સંયોજક ચિત્રકારો નટુ ટંડેલ,ચંદ્રકાંત પ્રજાપતિ, સુરેશ રાવળે ઉપસ્થિત કલાકારોને બેલ્ટ પહેરાવીને અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંકલન ચિત્રકારો અજીત ભંડેરી,દિપક મહેતા, સુધા ધેવરીયા, ભાવેશ પટેલ સાથે બીપીન પટેલે કરી સમારોહને સફળતા બક્ષી હતી.14 મી રાષ્ટ્રીય કલા શિબિરના બીજા દિવસે પૂરા તત્વ અને સંગ્રહાલય ગુજરાત સરકારના નિયામક શ્રી પંકજ શર્માજીએ આજે કલાધામ કલેશ્વરી ની મુલાકાત લીધી હતી અને ચૌદમી રાષ્ટ્રીય કલા શિબિર 2023 ની કલાકૃતિઓનું નિદર્શન કરીને ભાવવિભોર બનીને દરેક કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા રાષ્ટ્રીય ધરોહરનું જતન અને સંવર્ધન કરતી કલાપ્રતિષ્ઠાન કલા સંસ્થાને અભિનંદન પાઠવીને કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયા સાથે ઉપસ્થિત કલા સર્જકોની સરાહના કરી હતી. ગુજરાતમાં અનેક શિલ્પો, સ્થાપત્યો અને દેવાલયનુ જતન અને સંવર્ધન કરવું એ દરેક નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે જે કામ કલાપ્રતિષ્ઠાન છેલ્લા 16 વર્ષથી કરી રહ્યું છે તે ખૂબ જ કાબીલેદાદ છે પુરાતત્વ અને સંગ્રહાલય ગુજરાત સરકાર તરફથી હવે પછીના થનાર દરેક આયોજનમાં કલાપ્રતિષ્ઠાન પણ સહયોગી બને તેવી શુભ ભાવના વ્યક્ત કરીને કેમ્પની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300