શ્રી બી એલ રાજપરા નું સમાજસેવા પ્રદાન બદલ રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સન્માન

શ્રી બી એલ રાજપરા નું સમાજસેવા પ્રદાન બદલ રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સન્માન
Spread the love

સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા નું સમાજસેવા પ્રદાન બદલ રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સન્માન

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ નું ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ સેવા બદલ સન્માન તા.૨૬.૦૧.૨૦૨૩ નાં રોજ બોટાદ જિલ્લામાં ૭૪ માં પ્રજાસત્તાકપર્વની રાજયકક્ષાની ઉજવણી ગુજરાતમાં મહામાહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં સંપન્ન થયેલ. આ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં મંત્રી/ટ્રસ્ટીશ્રી બી.એલ.રાજપરા એ સમાજસેવા ક્ષેત્રમાં કરેલ પ્રદાનની રાજય સરકારે સગૌરવ નોંધ લઇ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.
બોટાદ જીલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારમાં મુખ્ય સચિવ, ગુજરાતનાં પોલીસવડા, રાજય સ૨કા૨નાં સર્વોચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા રાષ્ટ્રીય અને પ્રદેશ તેમજ જિલ્લા કક્ષામાં ભાજપમાં વરીષ્ઠ હોદ્દેદારશ્રીઓ ઉપરાંત હજારો જનસમુદાયની ઉપસ્થિતમાં સંપન્ન થયેલ.
હોસ્પિટલનાં મંત્રી બી.એલ.૨ાજપ૨ા દ્વારા માનનીય રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી ને સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ, ટીંબી નાં નિઃશુલ્ક આરોગ્ય સેવાકાર્યની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં ચાલતા આ સેવાકાર્યથી વાકેફ થઇને ખુબજ પ્રભાવિત થયા હતા અને આ બન્ને ૨ાજસ્વી મહાનુભાવોએ ટીંબી હોસ્પિટલની મુલાકાત લેવાનું નિમત્રંણ પાઠવવામાં આવ્યુ હતુ જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કરેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230128-WA0039.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!