દામનગર નગરપાલિકા તંત્ર ની કડક વેરા વસુલાત ઝુંબેશ પાંચ મિલ્કત સિલ કરાય

દામનગર નગરપાલિકા તંત્ર ની કડક વેરા વસુલાત ઝુંબેશ પાંચ મિલ્કત સિલ કરાય
દામનગર નગર પાલિકા દ્વારા પ્રાદેશિક કમિશ્નર સાહેબ ભાવનગર ની સૂચના અનુસાર વેરા વસુલાત ની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેર ની પાંચ મિલકતોને સીલ કરવામાં આવેલ છે અને રૂ.૫.૮૪ લાખ જેવી રકમ તે અંતર્ગત વસુલ કરવામાં આવેલ છે. જેથી મોટા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે અને હજુ આગામી દીવસોમાં પણ વેરા વસુલાત ઝુંબેશ માં લાંબા સમય થી બકીદારો ની મિલકતોના નળ કનેકશન બંધ કરવામાં આવશે અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરશ્રી રઘુવિરસીંહ ઝાલા સાહેબની યાદી માં જણાવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300