વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ
આઇ.ટી., ઇલેકટ્રોનિક, સેમી-કોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર કાર્યરત છે. ગ્રામ્યસ્તરે ડિમાન્ડ આધારિત ડિજિટલ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવી વિશ્વકક્ષાની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનું અને ડિજિટલ વ્યવહારોને ઉતેજન આપવાનું સરકારનું લક્ષ્ય છે.
વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. રાજ્ય કક્ષાના સાયન્સ સિટીથી માંડી પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના આ કેન્દ્રોનુ નેટવર્ક નોલેજબેઝ્ડ સોસાયટીની દિશામાં સરકારનું એક મહત્વનું પગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં હું ૨૨૭% નો વધારો સૂચવું છું.
• સેમી કન્ડકટર પોલિસી હેઠળ સેમી કન્ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે `૫૨૪ કરોડની જોગવાઇ.
• ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ ઇલેકટ્રોનિકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે `૧૨૫ કરોડની જોગવાઈ.
• આઇ.ટી. પોલિસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા `૭૦ કરોડની જોગવાઇ.
• સાયન્સ સિટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે `૧૨ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સિટી ખાતે આઈ. ટી. અને સાયન્સ પાર્કના વિકાસ માટે `૧૦ કરોડની જોગવાઈ.
• સાયન્સ સિટીના વિકાસના માસ્ટર પ્લાનના ભાગરૂપે નવા ક્ષેત્રો ડિફેન્સ અને એવિએશનની ગેલેરી સ્થાપવા `૨૫૦ કરોડનું આયોજન છે. જેના માટે
`૨૨ કરોડની જોગવાઇ.
• રાજ્યમાં ૮ સ્થળોએ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના અને સંચાલન માટે `૨૩૩ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય ક્ષેત્રે ડિજીટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં FTTH (Fiber To The Home)કનેક્શન આપવાની યોજના માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300