જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની શિબિર યોજાઈ…

જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની શિબિર યોજાઈ…
જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. – ટી.બી. જાની સાહેબ, એ.એચ. ટી.યું. ના પી.આઇ.- ડી.આર.ગઢવી સાહેબ, આટકોટનાપી.આઈ.- સી.એસ. ધોકડિયા સાહેબ તેમજ આટકોટ પી.એસ.આઇ. – જે.એચ. સિસોદિયા સાહેબ તેમજ વિછીયા પી.એસ.આઇ.- આઇ.ડી. જાડેજા સાહેબ અને ભાડલા પી.એસ.આઇ.-
આર.એસ. સાકળીયા સાહેબ હાજર રહેલ. રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પી.આઇ. – ડી.આર. ગઢવી સાહેબ તેમજ એમ.કે.વીરડા સાહેબ દ્વારા આજના સમયમાં બનતી ઘટનાઓથી વધુ સાવચેતી અને કેવી કાળજી રાખવી જોઈએ તે બાબતે (૧) ઇમોરલ ટ્રાફિકગ પ્રિવેન્સ (૨) વેઠ પ્રથા (૩) બાળમજૂરી (૪) શારીરિક અડપલા (૫) બાળ અપરાધ (૬) શારીરિક માનવ અંગોની તસ્કરી (૭) પૈસાના હવાલા (૮) પ્રિવેન્સ ઓફ એસ્ટ્રોસીટી… વગેરે જેવા મુદ્દાઓ પર વિશ્લેષણ પૂર્વક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ શિબિરમાં જસદણના આગેવાનોમાં અશોકભાઈ મહેતા, ચંદ્રકાંત કચ્છી, અનિલભાઈ મકાણી, ભરતભાઈ ધારૈયા, જયુભાઈ બોરીચા, પંકજભાઈ ચાવ, દુર્ગેશભાઈ કુબાવત, નિલેશભાઈ દુધરેજીયા, ડોક્ટર કેતનભાઇ સાવલિયા, અલ્પેશભાઈ ઢોલરીયા, ભુપતભાઈ ગળીયા, રમેશભાઈ હિરપરા, વિજયભાઈ બડમલીયા, નિમેશભાઈ શુક્લ કમલેશભાઈ ચોલેરા, રફિકભાઈ રાવાણી, ધીરુભાઈ છાયાણી તેમજ વેપારી આગેવાનો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ રમાબેન મકવાણા, સોનલબેન વસાણી, રસ્મિતાબેન બડબલિયા, જલ્પાબેન કુબાવત, રેખાબેન મહેતા, હંસાબેન ઓળકિયા,નયનાબેન માઢક, ચંદ્રિકાબેન મહેતા, પ્રિયાબેન લાવડીયા ચંપાબેન ગુજરીયા, શોભનાબેન તેરૈયા તેમજ જસદણ અને વિછીયાના આઇ.સી. ડી.એસ. ના બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ. આ શિબિરમાં સ્વાગત પ્રવચન પી.આઇ.-ટી.બી.જાની સાહેબે કરેલ, આ શિબિરનું સંચાલન એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300