પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની પ્રક્રિયા શરુ

પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની પ્રક્રિયા શરુ
Spread the love

પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની પ્રક્રિયા શરુ

પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે

પસંદગીના નંબર મેળવવા તા.૨૭-૦૨-૨૦૨૩ થી ૦૧-૦૩-૨૦૨૩ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, આ કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ), તેમજ (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.૦૭, ઇ.એલ (EL), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.એફ (DF) તથા થ્રી વ્હીલર જી.જે.૦૭, ટી.વી.(TV) અને ટ્રાન્સપોર્ટ જી.જે.૦૭, ટી.યુ. (TU)નું તા.૨૭-૦૨-૨૦૨૩થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.

જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓમાંથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ-વ્હીલર સીરિઝ GJ07-EL- નું, ફોર વ્હીલર સીરિઝ GJ07-DF- નું, થ્રી વ્હીલર સીરિઝ GJ07-TV- નું તથઆ ટ્રાન્સપોર્ટ જી.જે.૦૭, ટી.યુ. (TU) નું ઓનલાઈન રી ઓકશન થશે.

નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૨૭-૦૨-૨૦૨૩ થી ૦૧-૦૩-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૦૧-૦૩-૨૦૨૩ થી ૦૩-૦૩-૨૦૨૩ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. તા ૦૪-૦૩-૨૦૨૩ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કારાવેલું હોવું જરૂરી છે.

વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જેની અરજદારોએ નોંધ લેવી જે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

LOKARPAN-@-Official-✍🏻-20230228_131355.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!