“તરસ્યા ને જળ ભૂખ્યા ને ભોજન અંધ ને રસ્તો બતાવવો એ દાન નો ઉત્કૃષ્ટ પ્રકાર છે

“તરસ્યા ને જળ ભૂખ્યા ને ભોજન અંધ ને રસ્તો બતાવવો એ દાન નો ઉત્કૃષ્ટ પ્રકાર છે” મનહરભાઈ કાકડીયા
સુરત શહેર માં અનેક સંસ્થા ઓના મુખ્ય આધાર સ્થભ આશીર્વાદ બિલ્ડર્સ ના મોભી ઉદારદિલ દાતા મનહરભાઈ કાકડીયા ના ધર્મપત્ની વાત્સલ્ય મૂર્તિ સ્વ વર્ષાબેન ની પુણ્યતિથિ એ
આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત ખાતે સ્વ વર્ષાબેન મનહરભાઈ કાકડિયા ની સ્મૃતિ માં સતસંગ યોજાયો
સ્વ વર્ષાબેન મનહરભાઈ કાકડીયા ની ત્રીજી પૂર્ણ તિથિ નિમિતે
આશીર્વાદ માનવ મંદિર માં ગંગા સ્વરૂપ મહિલા મંડળ યોગી ચોક દ્વારા સત્સંગ કરાવવામાં આવ્યો હતો સતસંગ માં સંસ્થા ના આશ્રિત મનોદિવ્યાંગ મહાપ્રભુજી ઓને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું ખુશી થી ઝૂમી ઉઠતા અતિ ગંભીર મનોદિવ્યાંગો ને ભજન ભોજન કરવી સ્વંયમ ઈશ્વર ને અર્પણ કરાયો નો રાજીપો વ્યક્ત કરતા કાકડીયા પરિવારે સુંદર સદેશ આપ્યો હતો
દિવ્ય ભાવે એક કલાક રોગી ઓની સેવા કરવી એ તીર્થયાત્રા કરતા વધુ સારી છે
સુરત શહેર ની અનેકો સંસ્થાન માં ઉદાર હાથે સખાવતો કરી સામાજિક સ્વૈચ્છિક આરોગ્ય સંસ્થા ઓમાં કરોડરજ્જુ બની રહેલ આશીર્વાદ બિલ્ડર્સ ના કાકડીયા પરિવાર ની આર્થિક મદદ હજારો અતિથિ અભ્યાગતો નિરાધાર અનાથ વૃદ્ધ અંધઅપંગ માટે આશીર્વાદ રૂપ બની રહી છે
તરસ્યા ને જળ ભૂખ્યા ને ભોજન અંધ ને રસ્તો બતાવવો એ દાન નો ઉત્કૃષ્ટ પ્રકાર છે તેમ જણાવતા કાકડીયા પરિવારે સ્વ વર્ષાબેન ની પુણ્યતિથિ આશીર્વાદ માનવ સેવા સંસ્થા ના આશ્રિતો વચ્ચે જઈ ને ઉજવી પ્રેરક પરમાર્થ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300