શ્રી શિવમ વિદ્યાલય ના વિધાર્થીઓ દ્વારા જસદણ તાલુકા પુસ્તકાલયની મુલાકાત લેવામાં આવી,

શ્રી શિવમ વિદ્યાલય ના વિધાર્થીઓ દ્વારા જસદણ તાલુકા પુસ્તકાલયની મુલાકાત લેવામાં આવી,
Spread the love

પુસ્તકાલયની મુલાકાત
શ્રી શિવમ વિદ્યાલય ના વિધાર્થીઓ દ્વારા જસદણ તાલુકા પુસ્તકાલયની મુલાકાત લેવામાં આવી,

આજરોજ જસદણ તાલુકાની શ્રી શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જસદણની લાઇબ્રેરીની મુલાકાત લેવામાં આવી,
જેમાં વિદ્યાર્થીઓએ પુસ્તકાલય બાબતે માહિતી મેળવી પુસ્તકાલયમાં કેવી રીતે ખાતું ખોલાવવું પુસ્તકની આપ લે કઈ રીતે કરવી તેમ જ કુલ કેટલા પુસ્તકો આવેલા છે, વાંચનનો સમય અને શિસ્ત જાળવવા બાબતે સમજ મેળવી. લાઇબ્રેરીમાં ઉપસ્થિત મહેશભાઈએ ખુબ સરસ માહિતી બાળકોને આપી અને દરેક વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં ખાતું ખોલાવવા પ્રેરિત કર્યા. આ તબક્કે શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ કાલીયા રાજેશભાઈ, શિક્ષિકા ભારતીમેડમ ધૃતિ મેડમ, શીતલ મેડમ ,ભગવતી મેડમ, મિતલ મેડમ વગેરે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની મુલાકાત લેવા બાબતે પ્રેરિત કર્યા અને લાઇબ્રેરી વિશે વિશેષ સમજ આપી.
આમ વાંચે ગુજરાતના સૂત્રને આગળ વધારવા વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી મુલાકાત લઇ અને વધુમાં વધુ વાંચન થાય તેવો સંકલ્પ લીધો આ તબક્કે શાળાના સંચાલક શ્રી હિતેશસર રામાણીએ દરેક વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આ સુંદર આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230315-WA0070-1.jpg IMG-20230315-WA0069-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!