ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળો યોજાયો

ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળો યોજાયો
ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 5 માર્ચ 2023ના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આયુર્વેદ ડૉક્ટરનાં લીગલ સંગઠન “નિમા- નેશનલ ઇન્ટેગ્રટેડ મેડીકલ એસોસિએશન”નાં પ્રમુખ ડૉ. હાર્દિક જેસ્વાણીએ જીલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પ્રવિણ વડાવીયા સાથે ચર્ચા કરી આયુષ મેળામાં નિમા તરફથી ડોકટર ટીમ મોકલેલ હતી.
સરકારી તબીબ ડૉ. જીગ્નેશ બોરસણીયાએ “નિમા” પ્રમુખ ડૉ. હાર્દિક જેસ્વાણીનું સ્વાગત કરેલ અને સમગ્ર ડોકટર ટીમનો આભાર માનેલ હતો. આ મેળામાં ડૉ.હાર્દિક જેસ્વાણી ઉપરાંત ડૉ. સંજય નિમાવત, ડૉ.કૌશિક કાલરીયા હાજર રહેલ. આ ઉપરાંત ડૉ.ધર્મેન્દ્ર ધોરીયાણી, ડૉ.રમેશ ડાભી, ડૉ.પરેશ ડાભી, ડૉ.તૌસિફ કલાડીયા, ડૉ.હર્ષ અંબાસણા, ડૉ.મિલન ઓગણજાએ સેવા આપેલ જેમણે નિદાન અને સારવાર તથા અગ્નિકર્મ, રક્તમોક્ષણ, કર્ણવેધન વગેરે કરેલ હતું. ડૉ. કશ્યપ સેરસિયા, અને ડૉ.મનોજ ભાડજાએ હરસ, મસા, ભગંદરના દર્દીનોને તપાસી સારવાર આપેલ હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300