પ્રોહીબીશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ બગસરા ખાતેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મહેશ ઉર્ફે મચલો રમેશભાઇ સાકરીયા, ઉ.વ.૩૦, રહે.લાઠી, નાની બજાર, પઠાણ શેરી, તા.લાઠી, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, યાસીનભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300