ધારી-તુલશીશ્યામ રોડ સ્થિત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ બાંધકામને દૂર કરતું તંત્ર

ધારી-તુલશીશ્યામ રોડ સ્થિત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ બાંધકામને દૂર કરતું ધારી તાલુકા તંત્ર
ગેરકાયદેસર દબાણ હટાવવા મુદ્દે અરજદારશ્રી લાભુબેન અંટાળા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી
અમરેલી : અમરેલી જિલ્લાના ધારી-તુલશીશ્યામ રોડ પર સર્વે નંબર ૬૪૦ પૈકી ૧માં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ બાંધકામ હતું, તે ધારી તાલુકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક અરજદારશ્રી લાભુબેન મોહનભાઈ અંટાળા દ્વારા આ અંગે અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા SCA/૯૬૯૬ અન્વયે સરકારી જમીન પરના ગેરકાયેદસર દબાણ હટાવવાનો મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ મુજબ ધારી તાલુકા તંત્રએ તાત્કાલિક અમલવારી કરી સરકારી જમીન પરના આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દબાણ હટાવી દેવામાં આવ્યું છે, તેમ ધારી પ્રાંત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300