બાબરા માર્કેટ યાર્ડ ખાતે પી.એસ.એસ ટેકા ના ભાવે ચણા ખરીદીના સેન્ટરનો પ્રારંભ
આજ૨ોજ બાબરા માર્કેટ યાર્ડ ખાતે ભારત સરકારશ્રી ના નાફેડ અને ગુજકોમર્શીલ ની નોડેલ એજન્સી તરીકે બાબરા તાલુકા ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. દ્નારા પી.એસ.એસ ટેકા ના ભાવે ચણા ખરીદીના સેન્ટરનો પ્રારંભ લાઠી બાબરા ના પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબીનેટમંત્રીશ્રી બાવકુભાઈ ના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે બાબરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશોકભાઈ રાખોલીયા, જિલ્લા ભાજપ સંગઠન મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ બસીયા, તાલુકા પંચાયત બાબરા ના પ્રમુખશ્રી ભરતભાઈ બુટાણી, એન.સી.ડી.સી ના સીનિયર પ્રોજેકટ ઓફીસરશ્રી સંગીતાબેન, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ ખોખરીયા, શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી દીપકભાઈ કનૈયા, તાલુકા ભાજપ ના આગેવાનોશ્રી ભુપતભાઈ બસીયા, મહેશભાઈ ભાયાણી, રાજુભાઈ દેત્રોજા, મંડળી ના ઉપપ્રમુખશ્રી જયસુખભાઈ કલકાણી તેમજ બાબરા માર્કેટ યાર્ડ ના ડીરેકટરશ્રી અલ્તાફભાઈ નથવાણી, હીંમતભાઈ પાનશેરીયા,ગોવિંદભાઈ બાવળીયા, સામતભાઈ રાતડીયા, હરેશભાઈ શેલીયા તેમજ બાબરા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહેલ. આ તકે સ્વાગત પ્રવચન બાબરા માર્કેટ યાર્ડના સેક્રેટરીશ્રી અજયભાઈ ડી પંડયા દ્વ્રારા કરવામાં આવ્યુ અને પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ તેમજ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડુતોના હીતમાં સરકારશ્રી દ્વારા છેલ્લા ૯ વર્ષથી ક૨વામાં આવેલ કામગીરી થી ખેડુતોને વાકેફ કર્યા હતા. આ તકે બાબરા ખેડુત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી ના પ્રમુખશ્રી જીવાજીભાઈ રાઠોડ એ જણાવ્યુ કે ગુજકોમાર્શેલ ના ચે૨મેનશ્રી દિલીપભાઈ સંધાણી સાહેબ દ્વ્રારા બાબરા તાલુકાની નવી ઉભી થયેલ સંસ્થાને ટેકા ના ભાવે ચણા ની ખરીદીની કામગીરી સોંપી તાલુકાની સંસ્થાને પગભર ક૨વા માટે પ્રોત્સાહીત ક૨વામાં આવેલ છે. તે માટે માન દિલીપભાઈ સંધાણી સાહેબ નો આભાર વ્યકત કરેલ હતો.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300