આંબાની ખેતી કરતા ખેડૂતોને ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ

આંબાની ખેતી કરતા ખેડૂતોને ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ
Spread the love

આગામી તા.૨૯ થી તા.૩૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહીના પગલે આંબાની ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ

અમરેલી : જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે આગામી તા.૨૯ થી તા.૩૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે. હાલ કમોસમી વરસાદની આગાહીના પગલે, આંબાના પાકની ખેતી કરતા ખેડૂતો તેમના આંબાવાડિયામાં કોઈપણ રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરે તે યોગ્ય છે. વાદળછાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ છે, જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું ઉપરાંત જરુર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેક્ઝાકોનાજોલ ૫ ટકા અથવા થાયોફિનાઈટ મિથાઈલ અથવા ટેબ્યું સલ્ફર ૧,૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઇયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતિ ૧,૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી દ્વારા એક યાદીમાં કરવામાં આવી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Rasik-bhai-JBAG-20230327_222838.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!