મહિલા તીરંદાજીની તાલીમ મેળવતી મોટી પાણીયાળી કે.વ શાળાની બહેનો

મહિલા તીરંદાજીની તાલીમ મેળવતી મોટી પાણીયાળી કે.વ શાળાની બહેનો
ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના ટ્રેનર શિલ્પાબેન મકવાણા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહેલ ધોરણ 6 થી 8 ની 68 વિધાર્થીની બહેનોને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ શ્રી રણવિરસિંહ રહેવર અને શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
શાળાની વિદ્યાર્થીની બહેનો આ તાલીમમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે અને સારું પ્રદર્શન કરનાર બહેનો જિલ્લા કક્ષાએ તીરંદાજીની રમતમાં ભાગ લેવા જશે.
મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સરાહનીય પ્રયાસ થઈ રહેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300