સાવરકુંડલા બેઠકજી ખાતે યમુના મહારાણીજી નો લોટી ઉત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવાયો

સાવરકુંડલા બેઠકજી ખાતે યમુના મહારાણીજી નો લોટી ઉત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવાયો
Spread the love

સાવરકુંડલા બેઠકજી ખાતે યમુના મહારાણીજી નું લોટી ઉત્સવ ધામ ધૂમ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાયો

શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આપ શ્રી ની આજ્ઞાથી તેમજ કારોબારી કમિટીના સહયોગથી શ્રી ગોપી મંડળ (ગાંધી સોસાયટી) ના સંચાલક શ્રી જોસનાબેન ગઢીયા શિલ્પાબેન ચંદારાણા તથા વિલાસબેન સૂચક ના પ્રયાસથી તથા ઘણા જ વૈષ્ણવોના તન મન અને ધનના સહકારથી શ્રી મહાપ્રભુજી બેઠકજી માં શ્રી યમુનાજીના ઉત્સવની આજના છઠના દિવસે લોટીજી ઉત્સવ તેમજ વૈષ્ણવોના ભાવને સમજીને ચૂંદડી મનોરથનો આયોજન કરવામાં આવેલ હતું જેમાં અસંખ્ય ગોપીજનો દ્વારા શ્રી યમુનાજીના લોટી જી દરેક વૈષ્ણવો ઘરેથી સુશોભિત સિંગાર ચુંદડીઓ પધરાવીને ઘરેથી લાવ્યા હતા. જેમાં બેઠકજીના હોલમાં પધરાવીને બહેનોએ ભાવપૂર્વક એક સાથે પાઠ સત્સંગ કરેલા હતા રાસ ગરબા પણ લીધા હતા ત્યારબાદ ઘણા જ વૈષ્ણવોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ શ્રી યમુનાજીના ચુંદડી મનોરથમાં વાજતે ગાજતે સામૈયા કરીને બેઠકજીમાં હજારો વૈષ્ણવોની હાજરીમાં ચુંદડીઓ ના રોલ કરી ને શ્રી મહાપ્રભુજીને પધરાવીને શ્રી વલ્લભ બાગમાં યમુના કુંડમાં અસંખ્ય વૈષ્ણવોની હાજરીમાં ચુંદડી મનોરથ કરવામાં આવેલ હતો સાવરકુંડલાના તથા તાલુકાના વૈષ્ણવો તેમજ જસદણ ના તથા રામધામ ના પ્રમુખ સોનલબેન વસાણી પણ આવેલ જાણે વ્રજમાં વિશ્રામઘાટે આ મનોરથના દર્શન કર્યા હોય એવો ભાવ પ્રગટ કરી રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ શ્રી મહાપ્રભુજી કારોબારી કમિટી ના સભ્યશ્રીઓ વિજયભાઈ વસાણી રાજુભાઈ શિંગાળા તથા દરેક સભ્યોના સહકારથી ગોપી મંડળના સંચાલક ભાઈઓ અનતુભાઈ ગઢીયા મુકુંદભાઈ ચંદારાણા તથા મંડળના દરેક બહેનો ખૂબ જ પરિશ્રમ લઈને વૈષ્ણવોને આ મનોરથમાં સૌને મહાપ્રસાદ લેવરાવી લોટીજી ઉત્સવ તથા ચુંદડી મનોરથનો દર્શન કરાવ્યા હતા વિશેષમાં દરેક મનોરથી ને એક એક ચુંદડી તેમજ બેઠકજી તરફથી ઉપરણા પ્રસાદી તથા વૈષ્ણવ તરફથી જે ભેટો પધરાવેલી હતી જે મનોરથીઓને આપવામાં આવેલ હતી
શ્રી રાજુભાઈ શીંગાળાની યાદીમાં જણાવેલ છે
વિશષમાં આગામી શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ ચૈત્ર વદી 11 ને રવિવાર તારીખ 16:4:23 ના છૈ જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છૈ શ્રી મહાપ્રભુજી બેઠકજીના તમામ કારોબારી કમીટિ પૂરજૌષ તૈયારીમાં લાગી ગયાછૈ વૈષ્ણવો નો અભુતપુવઁ સહકાર સાંપડી રહ્યો છે

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230328-WA0052-1.jpg IMG-20230328-WA0055-2.jpg IMG-20230328-WA0051-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!