જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો
બે દિવસની તાલીમમાં ૩૬ જેટલા ખેતીવાડી ખાતાના અધિકારીઓ જોડાયા
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ તાલીમ અને મુલાકાત યોજનાં કાર્યરત છે. આ યોજનાની તાલીમ બે ભાગમાં આપવામાં આવે છે. વર્ષમાં દ્વિમાસિક તાલીમ કાર્યશાળા પાંચ વખત તથા પૂર્વમોસમી તાલીમ કાર્યશાળા બે વખત યોજવામાં આવે છે. આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી ખાતાનાં અધિકારીઓને બે દિવસ ખેતીને લગતી અદ્યતન તાલીમ આપવામાં આવે છે.
આ અંતર્ગત તા.૨૩ અને ૨૪ માર્ચનાં રોજ દ્વિમાસિક તાલીમ કાર્યશાળામાં ૩૬ જેટલા ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષાણ નિયામકશ્રી, ડો.એચ.એમ.ગાજીપરાએ ખેતીવાડી ખાતના અધિકારીશ્રીઓએ જમીનની ચકાસણી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવુ જોઈએ ખાસ કરીને માઈક્રો ન્યુટ્રીયન્ટની ચકાસણી કરી જૂદા જૂદા ગ્રેડના માઈક્રો ન્યુટ્રીયન્ટવાળા ખાતર આપવા જોઈએ. ઉપરાંત જમીનમાં કાર્બનનું પ્રમાણ શું છે તેની ચકાસણી પણ કરવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યુ કે, અમુક વિસ્તારમાં સ્ટેમ વિવિલનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આ અંગે પણ સર્વ કરી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવુ જોઈએ. આ તાલીમમાં મોડો વરસાદ અને અછતની પરીસ્થિતિ ને ધ્યાને રાખીને વરસાદ આધારીત વિવિધ ખેતી પાકો માટે આયોજન, કઠોળ પાક, ચોમાસુ પાકમાં સંકલીત નિંદણ નિયંત્રણ, પાક સંરક્ષાણ, ધાંસચારાનાં પાકોનું મહત્વ અને તેની ઉપયોગીતા માટે ચાવીરૂપ મુદાઓ વગેરેની જાણકારી આપી હતી. આ તાલીમમાં ખેતીની નવીનતમ તજજ્ઞતાને પણ સમાવવામાં આવી હતી. સંયુકત ખેતી નિયામક રાજકોટના શ્રી એસ.જે.જોષી તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લામાંથી આવેલ ખેતીવાડી ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર તાલીમનું સંકલન ડો.બી.એન.કલસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300