ભારતીય ગોસ્વામી સંગઠન માં રમેશ ગોસ્વામી ની રાષ્ટ્રીય સ્તરે નિમણુંક.

ભારતીય ગોસ્વામી સંગઠન માં રમેશ ગોસ્વામી ની રાષ્ટ્રીય સ્તરે નિમણુંક.
શ્રી અખિલ ભારતીય દશનામ ગોસ્વામી સમાજ ના રાષ્ટ્રીય સ્તર પર એકતા અને અખંડતા માટે સતત કાર્યરત સંગઠન શ્રી ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા (રજી.) માં કચ્છ -વાગડ નાં લાકડિયા ગામ ના વતની શ્રી રમેશપુરી ઉમેદપુરી ગોસ્વામી ની રાષ્ટ્રીય સહ મિડિયા પ્રભારી તરીકે ગત રોજ નિમણુંક કરવામાં આવી હતી. આ સંગઠન ધર્મ, આધ્યાત્મ અને ભગવા નો પ્રચાર- પ્રસાર કરે છે.સમાજ તથા હિંદુ સમાજ ધર્મ તરફ વળે, સનાતન જાગૃતિ આવે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.વૈદિક પરંપરા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજવા માં આવે છે.રમેશ ગોસ્વામી છેલ્લા વીસ વર્ષ થી સક્રિય પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. અનેક નામી અનામી અખબારો માં કોલમ લખી ચૂક્યા છે.પોતાનું અખબાર કચ્છ એક્સપ્રેસ અને સામાયિક કચ્છ ટાઈમ્સ પણ ચલાવતા. ગુજરાતી આલ્બમો માં ગીતો લખ્યાં છે. મુંબઈ ગુજરાતી સાહિત્ય મંડળ સાથે સંકળાયેલા હતા.”સારથિ” ઉપનામ થી કવિતાઓ, ગઝલો ,ભજનો લખે છે. એમની નવલકથા અભિનેત્રી ગુજરાત નાં નામી અખબાર માં પ્રગટ થયેલ. તરસ્યું રણ , ભૂલા પડેલા રસ્તાઓ,આગામી નવલકથાઓ છે. પુસ્તકો પ્રગટ થવા માં છે. જેમાં ગઝલ સંગ્રહ, લેખ સંગ્રહ, નવલિકા સંગ્રહ નો સમાવેશ થાય છે. તથા રંગ દે બસંતી – આઝાદી ના ઇતિહાસ ની ડાર્ક સાઈડ પણ પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. રાષ્ટ્રીયતા ને વરેલા રમેશ ગોસ્વામી “સારથિ” ની રાષ્ટ્રીય સહ મિડિયા પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવતાં ઠેર ઠેર થી અભિનંદન પાઠવ્યા હતા. સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ આર.આર.ગીરી ગોસ્વામી બાપુ,રાષ્ટ્રીય સંયોજક શ્રી મહંત શ્રી ભંવરભારતી ગોસ્વામી બાપુ , રાષ્ટ્રીય પ્રવક્તા, ધર્મ પ્રકોષ્ટ રાષ્ટ્રીય સંત શ્રી મુકેશાનંદપુરી ગોસ્વામી ( કથા વાચક) સહિત સંગઠન તથા સામાજિક મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300