ગોસ્વામી તુલસીદાસ : જિન્હકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત તિન્હ દેખી તૈસી…

ગોસ્વામી તુલસીદાસ : જિન્હકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત તિન્હ દેખી તૈસી…
ગોસ્વામી તુલસીદાસ નો સનાતન ધર્મ સદા ને આભારી રહેેશે. આ એવો દોર હતો, જ્યારે મુગલો નું આક્રમણ ચરમ સીમા રેખા હતું. હિંદુઓ ધર્મ ભુલી રહ્યા હતા. વાલ્મીકિ રામાયણ દિવ્ય અને દેવ ભાષા માં હતી, જે આમ ઇન્શાન માટે સમજવી અઘરી હતી. પણ તુલસીદાસે લોકબાની માં રામાયણ નો અનુવાદ કર્યો. આજે સનાતન નો અહમ હિસ્સો બની ચૂકેલી હનુમાન ચાલીસા ની રચના કરી. ઉપરાંત અનેક ગણું સાહિત્ય આપ્યું. કોણ હતા આ દૈવી પુરુષ? આવો જાણીએ.
રાજાપુર નામનું ગામ.(જીલ્લો ચિત્રકૂટ ,ઉતરપ્રદેશ ). ગામ માં ધર્મ પારાયણ પરિવાર રહે. પ્રતિષ્ઠિત કર્મકાંડી બ્રાહ્મણ આત્મારામ દુબે અને હુબલી બાઈ નાં આંગણે વિક્રમ સંવત ૧૫૫૪, શ્રાવણી શુક્લ સપ્તમી નાં અભુક્ત મુલ નક્ષત્ર માં એક દિવ્ય બાળક નો જન્મ થયો. નામ અપાયું તુલસી. બાળક નાનપણ થી જ તેજસ્વી. લલાટ પર દિવ્ય તેજ ચમકે. ધર્મ પ્રત્યે ભારે ઉત્કૃષ્ટ. જિજ્ઞાસા ગજબ ની. અનંતાનંદજી ( રામશૈલા ) નાં સૌથી નજીક નાં અને પ્રિય શિષ્ય નરહર્યાનંદજી સાથે બાળ તુલસી નો ભેટો થઈ ગયો. અને જાણે ભવોભવ નો પંથ ખુલી ગયો. એક દિવ્ય સંત ની આંગળી પકડી લીધી. માં બાપ ની આજ્ઞા લઈ ને બાળ તુલસી ને અયોધ્યા લઈ જવા માં આવ્યો. નામ રખાયું રામબોલા. આ નામ ઘણું સુચક છે. ક્દાચ રામ પ્રત્યે બાળક ની જીજ્ઞાશા, અભિભાવ જોઈ ને આ નામ અપાયું હોય. માં બાપે બાળક આપ્યું એ પણ મોટી ઘટના છે. માઘ,શુક્લ પંચમી , શુક્રવાર,1561 નાં રોજ નવ વર્ષ નાં બાળ રામબોલા ને યજ્ઞોપવિત સંસ્કાર કરવા માં આવ્યો. બાળ તુલસી – રામબોલા એ ગાયત્રી મંત્ર બોલી બતાવ્યો. સૌ ચકિત થઈ ગયા. ગુરુ શ્રી એ રામ મંત્ર ની દીક્ષા આપી. આમ શરૂ થઈ ભગવાન શ્રી રામ તરફ જવા ની યાત્રા…
અયોધ્યાજી માં ઘડતર થવા લાગ્યું. જે કંઈ પણ સાંભળે એ યાદ રહી જાય એવી તીક્ષણ બુદ્ધિ. ગુરુજી એ રામાયણ સંભળાવી. અમુક સમય બાદ કાશી પ્રસ્થાન કર્યું. ત્યાં ગુરુજી શેષસનાતનજી પાસે રહી ને પંદર વર્ષ સુધી ધર્મ, વેદો નું અધ્યયન કર્યું. હવે રામબોલા યુવાન વય નાં જવાન જોધ થઈ ગયા હતા. મન માં પરિવાર ને મળવા ની ઈચ્છા જાગી આથી ગુરુવર્ય ની આજ્ઞા લઈ ને જન્મભુમિ રાજાપુર પરત ફરે છે. પણ ગામડે આવી ને જાણ થઈ કે માતા – પિતા તો પરલોક પધાર્યા છે.શોકાગ્નિ થી ઘેરાઈ જાય છે. વિધિ વિધાન મુજબ શ્રાદ્ધ કર્યા બાદ ગામ માં જ લોકો ને ધર્મ શાસ્ત્ર નું જ્ઞાન , કથા વાર્તા કરવા લાગ્યા. પ્રમુખ વિષય રામાયણ જ.
ઘણાં વર્ષો સુધી કથાઓ કહી.સમાજ, ગામ નાં લોકો એ તુલસી – રામબોલા ને પરણાવવા નું નક્કી કર્યું.29 વર્ષ ની ઉંમરે જેઠ સુદ તેરસ, ગુરુવાર, સંવત ૧૫૮૩ નાં રોજ ભારદ્વાજ ગોત્ર ની સુંદર સુશીલ રત્નાવલી અથવા રત્ના સાથે લગ્ન થયાં. રત્ના ખુબ ડાહી અને સંસ્કારી સ્ત્રી. તુલસીદાસ સંસાર સુખ માણવા લાગ્યા. હવે ધર્મ, કથા તરફ ઓછું ધ્યાન જાય છે. મન માં આસક્તિ આવી. એક વખત રત્ના ને તેડવા એમનાં ભાઈ આવ્યા આથી તેઓ પિયર ગયાં. પણ પાછળ પાછળ તુલસીદાસ પણ સાસરે પહોંચ્યા. આ જોઈ ને એક ધર્મ આધ્યાત્મ ને સમજવા વાળી ભારતીય સંનારી ઉકળી ને કહે છે કે ” આવી આસક્તિ? આટલો મોહ? હાડ માંસ ના આ શરીર થી આટલો પ્રેમ? આટલી આસક્તિ? જો આના થી અડધી પણ પ્રભુ પ્રત્યે હોય તો તમારા જીવ નું કલ્યાણ થઈ જાય.”
બસ. પ્રભુ તરફ જવા નો વળી એક નવો અને અંતિમ ધક્કો વાગ્યો. તુલસીદાસ ઘડી ભર ધર્મપત્ની રત્ના ને જોઈ રહે છે અને કંઈ પણ બોલ્યા વગર ચાલી નીકળે છે.
તુલસીદાસ માં થી ગોસ્વામી તુલસીદાસ બનવા નીકળી પડે છે. સંસારિક જીવન નો ત્યાગ કરી ને સાધુતા તરફ ગ્રહણ કરી.ત્યાં થી કાશી વિશ્વનાથ નાં દર્શને પહોંચ્યા. માનસરોવર પાસે કાગભૂસન્ડી નાં દર્શન થયાં. કાશી માં રામ કથા કહેવા લાગ્યા. હનુમાન જી નો સાક્ષાત્કાર થયો. બજરંગી તો પ્રભુ શ્રી રામ નાં પરમ ભક્ત. દાસ. એમણે પ્રભુ શ્રી રામ ને ભજવા કહ્યું અને ચિત્રકૂટ તરફ જવા કહ્યું. સંવત મૌની અમાસ, બુધવાર,૧૬૦૭ નાં ભગવાન શ્રી રામ નાં દર્શન થયાં. શ્રી રામ નું અલૌકિક મોહક રૂપ જોઈ ને શાન ભાન ભુલી ગયા આથી પ્રભુ શ્રી રામ પોતાના હાથે તુલસીદાસ નાં કપાળ પર ચંદન નું તિલક કરે છે.
“ચિત્રકૂટ કે ઘાટ પર ભઇ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે, તિલક કરે રઘુવીર.”
1628 માં અયોધ્યા આવ્યા. પ્રયાગ માં મહા માસ નાં મેળા માં ગયા. થોડા દિવસ રોકાઈ ગયા. ત્યાં તેમને વૈદિક કાળ નાં સંતો ઋષિ મુનિઓ નાં દર્શન થયાં. ત્યાં થી ફરી કાશી આવ્યા. અત્રે એક ધર્મપરાયણ બ્રાહ્મણ નાં ઘેર રોકાયા. કવિત્વ શકિત ની સ્ફુરણા થઈ આથી સંસ્કૃત માં પદ રચના કરવા લાગ્યા. લખવા નું સુજતું, દિવસે લખેલું રાત્રે લુપ્ત થઇ જતું.આ ક્રમ થી લખવા પર ફાવટ આવતી નહોતી. આ ગડમથલ ચાલતી હતી એવા માં કાશી વિશ્વનાથ નાં વધુ સાનિધ્ય માં રહ્યા હોવા થી એક રાત્રે સ્વપ્ન લાધ્યું . જેમાં ભોળાનાથ સ્વયં આવી ને કહી ગયા કે તારી પોતાની ભાષા માં પદ ની રચના કર. ત્યાર બાદ શિવ પાર્વતી ના આદેશ થી અયોધ્યા આવ્યા. સંવત ૧૬૩૧ માં આવેલી રામ નવમી નાં એવો જ યોગ હતો, જેવો ત્રેતા યુગમાં રામ જન્મ નાં દિવસે હતો. આ ભવ્ય, દિવ્ય દિવસે પ્રાતઃ કાળે રામચરિત માનસ નાં શ્રી ગણેશ કર્યાં. બે વર્ષ, સાત મહિના, છવ્વીસ દિવસે ગ્રંથ સંપૂર્ણ લખાઈ ગયો. માગશર સુદ પક્ષ માં રામ વિવાહ નાં દિવસે સાતેય કાંડ પૂર્ણ થયા.(૧૬૩૩). ભગવાન ભોળા નાથ અને માતા અન્નપૂર્ણા ને પ્રત્યક્ષ માની ને આ ભવ્ય કવિતા સંભળાવી. રાત્રે આ ગ્રંથ મંદિર માં રાખવા માં આવ્યો. સવારે એના પર સત્યમ શિવમ સુંદરમ લખેલું હતું..!
આ પુસ્તક ખુબ ઝડપ થી લોકપ્રિય થયું. એને ચોરી કરવા નાં પ્રયત્નો પણ થયા. પોતાના મિત્ર ટોડરમલ પાસે કૃતિ રાખી દેતા. ત્યાર બાદ અન્ય એક પ્રત પણ લખી. બીજી લિપિ માં પણ આ ગ્રંથ ને તૈયાર કરવામાં આવ્યો. ત્યાર બાદ અનેક ગ્રંથો ની રચના કરી. રામચરિ માનસ હનુમાન ચાલીસા, દોહાવલી, વિનયપત્રિકા, કવિતરામાયણ, કવિતાવલી, રામલલા નહછુ, પાર્વતી મંગલ, જાનકી મંગલ, બરવૈ રામાયણ, રામાજ્ઞા, વૈરાગ્ય સંદીપની, કૃષ્ણ ગીતાવલી જેવા ગ્રંથો લખ્યા. આ ઉપરાંત રામસતસઈ, સંકટમોચન, હનુમાન બાહુક, રામનામમણી , કોષ મંજુષા, રામ શલાકા જેવા ગ્રથો નું સર્જન પણ કર્યું. સૌ થી વધુ પ્રચલિત હનુમાન ચાલીસા અને રામચરિત માનસ લોક ભોગ્ય બની.
જીવન હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું હતું. ખ્યાતિ વધી હતી, તો વિરોધ પણ ખુબ થયો હતો. સાધુતા તરફ વળ્યા હતા એટલે ગોસ્વામી લખતા. ગોસ્વામી એક મોટી પદવી છે. ઉપાધિ છે. હનુમાન ચાલીસા માં તુલસીદાસે હનુમાનજી ને ગુંસાઈ – ગોસ્વામી ની ઉપમા આપી છે. અસીઘાટ પર અંતિમ દિવસો વીતવતા હતા ત્યારે રાત્રે કળિયુગ મૃત્યુરૂપ ધારણ કરી ને ગોસ્વામી તુલસીદાસ પાસે આવ્યો અને કનડવા લાગ્યો. તુલસીદાસે હનુમાનજી નું ધ્યાન ધર્યું. મન માં ભણકારા થયા કે પ્રભુ શ્રી રામ નું સ્મરણ કરો. આથી ગોસ્વામી તુલસીદાસજી એ વિનય પત્રિકા લખી ભગવાન નાં ચરણો માં અર્પિત કરી દીધી. એનાં પર શ્રી રામે હસ્તાક્ષર કરી દીધા. શ્રાવણ વદ તૃતીયા, શનિવાર,૧૬૮૦ નાં રામ રામ કરતાં ગોસ્વામીજી એ શરીર નો ત્યાગ કર્યા.
આજે પણ તુલસીદાસ લિખિત ગ્રંથ અસીઘાટ સ્થિત એક મંદિર માં મોજુદ છે. ત્યાં ગોસ્વામી તુલસીદાસ નાં કાકાઈ ભાઈ ઓ નાં વંશજો પુજા કરે છે એમની પાસે આ ગ્રંથ છે. આપણી કમનસીબી છે કે આવા મહાન સંત, દૈવી પુરુષ નાં સાહિત્ય ને તો ખુબ યાદ કરીએ છીએ પણ રામ બોલા મહાત્મા તુલસી ને ભુલી ગયા છીએ. સરકાર ગોસ્વામી તુલસીદાસ જયંતી ઘોષિત કરી ને ખરા અર્થ માં દિવ્યાંજલિ અર્પિત કરે તો ધન્ય બની જવાય. અન્યથા સનાતન ધર્મ નાં સંગઠનો, હિંદુઓ જાતે જ ગોસ્વામી તુલસીદાસ જયંતી ને અન્ય અવસરો ની જેમ ધામધૂમ થી મનાવતી થઈ જાય તો પણ ઇચ્છનીય છે.
–રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300