જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૬ એપ્રિલે યોજાશે ભરતી મેળો

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૬ એપ્રિલે યોજાશે ભરતી મેળો
અમરેલી : અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ રોઝફીંચ ફાર્માસ્યુટીકલ પ્રા.લી. અમરેલી માટે ઓપરેટર, ટેકનિશિયન પદો પર ઉમેદવારોની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદામાં આઈ.ટીઆઈ અથવા કોઈ પણ સ્નાતક ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. આ ઉપરાંત એલ.આઈ.સી અમરેલી માટે વીમા એજન્ટની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદામાં ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ઉમેદવારો માટે આગામી તા.૦૬ એપ્રિલ, ૨૦૨૩ના રોજ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ તા.૦૬ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300