માધવપુર(ઘેડ)ના મેળાને હર્ષભેર માણતા આસામના વિદ્યાર્થીઓ.

કૃષ્ણ રુકમણીજી વિવાહ પ્રસંગે યોજાઇ રહેલા માધવપુર(ઘેડ)ના મેળાને હર્ષભેર માણતા આસામના વિદ્યાર્થીઓ.
બાળપણથી મેં વાઇબ્રન્ટ ગુજરાત વિશે સાંભળ્યું હતું અહીં આવીને જોઉં તો ખ્યાલ આવે છે કે ગુજરાત એ વિકાસનો પર્યાય છે: આસામનો વિધાર્થી અભિષેક
ગોસા(ઘેડ)પોરબંદર : એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત આસામની આઈ.આઈ.ટી ગુવાહાટી સહિત આસામની અલગ અલગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ આજરોજ માધવપુર ખાતે યોજાઇ રહેલા મેળામાં સહભાગી બન્યા હતા.આસામથી આવેલા વિદ્યાર્થી અભિષેક ચૌધરી એ જણાવ્યું કે, બાળપણથી મેં વાઇબ્રન્ટ ગુજરાત વિશે સાંભળ્યું હતું ત્યારે અહીં ગુજરાત આવીને જોઉં તો ખ્યાલ આવે છે કે ગુજરાત એ વિકાસનો પર્યાય છે. અહીં ઉદ્યોગોની સાથે સાથે સંસ્કૃતિને પણ ઉતેજન આપવામાં આવે છે. અન્ય એક વિદ્યાર્થીની રિયા શર્માએ કહ્યું કે, યુવા સંગમ કાર્યક્રમ હેઠળ અમને ગુજરાત આવવાની તક મળી અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત માધવપુર નો મેળો જોવાની તક મળી. આ ઉપરાંત અમે અક્ષરધામ મંદિર તથા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે જે અમારા માટે ખૂબ જ ગૌરવ ની વાત છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300