લોકાપૅણ ન્યુઝ પેપર 16માં વર્ષ માં પ્રવેશ કવિતા ના માધ્યમથી શુભેચ્છાઓ.

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ લોકાર્પણ ન્યુઝ દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
( 1.એપ્રિલ 2023 શનિવાર લોકાર્પણ ન્યુઝ પેપર ઉત્પતિ ના દિવસે ઓનલાઇન કવિ સંમેલન ભરાયું )
બપોરે 2. 00 થી 5.00વાગ્યા સુધી ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો . મુખ્ય મહેમાન વરિષ્ઠ પત્રકાર આદરણીય ઉપેન્દ્રપટેલ વડોદરા થી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર પ્રીત સંસ્થા સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું પરિચય ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવા માં આવ્યો હતો આ પ્રસંગે સરસ્વતી વંદના ઉષા મધુકાન્ત દાવડા દ્વારા કરવામાં કરાવી હતી. કુલ 21 કવિમિત્રો એ પોતાની રચનાઓ ના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રુપ ના સાથી મિત્રો 62 કવિ ગણે લખીને શુભેચ્છાઓ આપી હતી વોટશોપ ગ્રુપ 157 થી ખીચોખીચ ભરેલ હતું. ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે આભારવિધિ શ્રીમતી કોકિલાબેન ચૌહાણ કરવામાં આવી હતી . આ પ્રસંગે કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .રાષ્ટ્ગાન લતાબેન ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લોકાપૅણ ન્યુઝ પેપર 16માં વર્ષ ની કવિતા ના માધ્યમથી અનોખી શુભેચ્છાઓ પાઠવતો કાર્યક્રમ જોવા મળ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300