લોકાર્પણ દૈનિકના 16મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સર્વે ટીમ લોકાર્પણનો અંતઃકરણપૂર્વક આભાર

લોકાર્પણ દૈનિકના 16મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સર્વે ટીમ લોકાર્પણનો અંતઃકરણપૂર્વક આભાર
Spread the love

✍🏻 ✍🏻 ✍🏻 ✍🏻 ✍🏻 ✍🏻 ✍🏻

આભાર પ્રસ્તાવ

લોકાર્પણને સાચા અર્થમાં લોકોને અર્પણ કરવાના મહાભગીરથસમા સાહિત્યસભર યજ્ઞમાં લેખનરૂપી આહુતિ આપનારા સર્વે સાહિત્યકારશ્રીઓ, લેખકશ્રીઓ, રચનાકારશ્રીઓનો આજે લોકાર્પણની 15 વર્ષની સાફલ્ય ગાથાના સુકાની બનવા બદલ અંતઃકરણપૂર્વક અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ છીએ.

આમ તો જોવા જઈએ તો, લેખન-સાહિત્ય અને પ્રકાશન એકમેકના પૂરક બિંદુ છે, સિક્કાની બે બાજુસમા છે. લોકાર્પણ અખબારને સાચા અર્થમાં લોકભોગ્ય બનાવી એવી નીતનવી રચનાઓ, કૃતિઓ, લેખન-સાહિત્ય સતત અને સખત પીરસતા રહ્યાં છો અને આવનારા વર્ષોમાં પણ અવિરતપણે પીરસતાં રહેશો એવો દૃઢ વિશ્વાસ છે.

એક પેલી વાત યાદ આવે છે, મારી હોડી ને તારા હલેસા, સરિતા આપણા બેયની…. આ ઉક્તિને સંગ આજે લોકાર્પણ અખબારે જે કંઈ જવલંત સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી લોકચાહના મેળવી છે તે આપ સર્વે મિત્રોને આભારી છે. શબ્દોની ઊર્મિઓ ભલે અંતરના ઉમળકાથી વહી હોય પરંતુ એને યોગ્ય સ્વરુપે સમજી શકનારાઓ સુધી પહોંચાડવી એ એક અદ્ભુત સમન્વય છે.

આપ સર્વેએ બંધુ ભગિની સ્વરુપે જે મિત્રતા નિભાવી છે એનું આજીવન ઋણ રહેશે. આજની લોકાર્પણની જન્મદિનની સાચી વધામણીના યશભાગી આપ સર્વે હતા, છો અને અનંત સુધી રહેશો એમાં શંકાને કોઈ સ્થાન નથી. ગુજરાત રાજ્યમાં સમગ્ર અખબારી આલમમાં લોકાર્પણને જે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવામાં આપ સૌએ સાથ-સહકાર આપ્યો છે તે બદલ આપ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

લોકાર્પણના ગત વર્ષો સુધી આપ સર્વે વાંચકમિત્રો, વિજ્ઞાપનદાતાશ્રીઓ, વિતરક બંધુઓ તેમજ પત્રકારમિત્રો સર્વેનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવનારા આગામી વર્ષોમાં પણ આપના દ્વારા આ જ સાથ-સહકાર અવિરતપણે પ્રાપ્ત થતો રહેશે એ જ અભ્યર્થના સહ….

Admin

Admin

9909969099
Right Click Disabled!