રાબડા ભાગવત કથા ને અપાયો વિરામ

રાબડા ભાગવત કથા ને અપાયો વિરામ
Spread the love

રાબડા ભાગવત કથા ને અપાયો વિરામ

તારક મેહતા ફેમ કે. કે. જોષી (બકા પાર્ટી) એ નિભાવ્યો ભવ્ય સુદામા ચરિત્ર નો અભિનય

ખેરગામ : રાબડા દાદરી ફળીયા સાંઈ મંદિર ખાતે ચાલી રહેલી યુવા કથાકાર કિશનભાઇ દવે ની ભાગવત કથા ને આજે ભાવ વિભોર વાતાવરણ મા વિરામ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે મુખ્ય યજમાન કમલેશભાઈ પટેલ ના નિવાસ્થાને ચાલી રહેલા ભાગવતજી ના દશાંશ યજ્ઞ ની પુર્ણાહુતી આચાર્ય માક્ષિત રાજ્યગુરૂ અને કેવલ દવે ના મંત્રોચાર સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તો દ્રારા પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતુ.આજે કથા માઁ કન્યા વિદાય ની કરુણ કથા નુ વર્ણન થયું હતુ જેમા વિશાળ સઁખ્યા માઁ ઉપસ્થિત શ્રોતા જનો સજળ નેત્રે ભાવ વિભોર બન્યા હતા. સુદામા ચરિત્ર ની કથા નુ પણ વર્ણન કરવામાં આવ્યું હતુ.જેમા સુદામા જી નુ પાત્ર તારક મેહતા સિરિયલ ના કલાકાર બકા પાર્ટી ઉર્ફે કે. કે. જોષી દ્રારા એનું તાદશ દ્રશ્ય અભિનય સાથે રજુ કરવામાં આવ્યું હતુ.જેને ઉપસ્થિત વિશાળ જન મેદની દ્રારા તાળીયો ના ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યું હતુ.દરરોજ લગભગ 1200 થી 1500 ભાવિકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો. સમસ્ત રાબડા સાંઈધામ પરિવાર દ્વારા દિવ્ય સેવા અપાઈ હતી.આભારવિધિ કથાકાર જતીનભાઈ દવે દ્રારા કરવામા આવી હતી. સાત દિવસ સુધી ચાલેલી આ દિવ્ય ભાગીરથી ગંગા માઁ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ(ખેરગામ), ભાસ્કરભાઈ દવે(ખેરગામ), મનોજભાઈ શુક્લ(વાપી), મેહુલભાઈ જાની(ખેરગામ)સહીત અનેક સંતો મહંતો એ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.પંચલાઈ સાંઈ ધામ ના અધિસ્ઠાતા સતિષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યા માઁ દક્ષિણ ગુજરાત ના ભૂદેવો એ પણ ઉપસ્થિત રહી રાબડા સાંઈ ધામ ના આ દિવ્ય સત્કર્મ ને બિરદાવ્યું હતુ.સાત દિવસ ની ભાગવત કથા નુ સમસ્ત પુણ્ય કિશનભાઇ દવે દ્રારા સ્વ. જીતુભાઇ પટેલ અને સમસ્ત પિતૃઓ ના ચરણો મા અર્પણ કરવામા આવ્યું હતુ.કથા ને સફળ બનાવવા માટે અંબુભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, વંશ પટેલ, યોગેશભાઈ પટેલ,……… દ્રારા ભારે જેહમત ઉઠાવી હતી.

રિપોર્ટ ;- અંકેશ યાદવ , ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!