કેનેડા ની રાજધાની ઓટ્ટાવા માં રામનવમી ની ઉજવણી કરવામાં આવી.

કેનેડા ની રાજધાની ઓટ્ટાવા માં રામનવમી ની ઉજવણી કરવામાં આવી.
કેનેડા – ઓટ્ટાવા સ્થિત ઇસ્કોન મંદિરના માતાજી ની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા દરેક હિંદુ તહેવારો ને ખૂબજ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે, આ રીતે જ રામનવમી ની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવી, રવિવારે બહોળા ભારતીય સમુદાય અને સ્થાનિક નાગરિકો ની ઉપસ્થિતિ વચ્ચે રામાયણ નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિ દેશના સીમાડાઓ ઓળંગી વિસ્તરી રહી છે… ત્યારે ભારતીય યુવાનો / યુવતીઓ દ્વારા જેઓ ખૂબજ વ્યસ્ત સમયમાં અને ખૂબજ ઓછા સંસાધનો વચ્ચે પણ સાદગીપૂર્ણ રીતે ભગવાન શ્રી રામના જીવન પ્રેરણા પ્રસંગો ને આવરીને એક સુંદર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું. આ નાટિકા પ્રસ્તુતિ ની વિશેષતા એ હતી કે ખાસ કોઈ વેશભૂષા પરિધાન કર્યા વિના પ્રભુ શ્રીરામ નો જીવન સારાંશ રજૂ કરવામાં આવ્યો…. સંપૂર્ણ નાટક પ્રસ્તુતિ અંગ્રેજી ભાષામાં કરવામાં આવી જેથી સ્થાનિક કેનેડાવાસીઓ પણ પ્રભુ શ્રી રામના જીવન ને સમજી શકે.
*ઉપરોક્ત નાટકમાં મુખ્ય શ્રીરામ નું પાત્ર મૂળ અમદાવાદના નવયુવાન અને હાલ કેનેડા સ્થિત કોમ્પ્યુટર એન્જિનિયર રવિ પટેલ દ્વારા ભજવવામાં આવ્યું…* સાથે સીતાજી નું પાત્ર સુશ્રી મોહીનીજી દ્વારા લક્ષ્મણજી તરીકે શ્રી વૃંદાવન પ્રભુજી , રાવણ તરીકે શ્રી વૈભવભાઈ, તથા શ્રી પ્રિયમભાઈ હનુમાનજી બન્યા હતા. આ ઉપરાંત વિવિધ પાત્રો તરીકે સુશ્રી એકરાનીજી ( કૈકય ) સુશ્રી ગીરીનંદીની માતાજી ( મંદોદરી ) શ્રી એલેક્સ ( ભરત) એ બખૂબી વિવિધ પાત્ર નિભાવી રામાયણ ને જીવંત સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ તકે ઇસ્કોન મંદિર ના મુખ્ય સંચાલકો દ્વારા દરેકને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમને અંતે ઉપસ્થિત ભક્તો એ સાથે મળી ભોજન પ્રસાદનો આનંદ માણ્યો.
પરિવારથી જોજનો દૂર કેનેડા સ્થિત ભારતીય યુવાનો દ્વારા ખુબજ કઠીન અને વ્યસ્ત સમય વચ્ચે પણ ભારતીય સનાતન સંસ્કૃતિને જીવંત રાખી દરેક ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300