સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળતા હર્ષદ વોરા

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળતા હર્ષદ વોરા
એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ હર્ષદ વોરા (IAS) ની સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક થતાં હર્ષદ વોરાએ આજે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળી લીધો છે.
વર્ષ – ૨૦૧૪ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે અસરકારક કામગીરી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વતની એવા વોરાએ એમ.એ અને એમ.બી.એનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને ગોધરા ખાતે પ્રાંત અધિકારી તરીકે, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે પાટણ તેમજ પ્રાયોજના વહિવટદાર તરીકે પાલનપુર ખાતે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓશ્રી રાજકોટ, મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરાકાળ દરમિયાન તેઓ અમદાવાદ ખાતે પ્રશંસનીય કામગીરી કરી હતી.
સાબરકાંઠા જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના વિકાસને પ્રાથમિકતા આપવાની કટીબધ્ધતા વ્યકત કરી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300