સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા એન.એન. દવે.

સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા એન.એન. દવે.
મુખ્યમંત્રી ના ખાસ ફરજ પરના અધિકારી એન..એન. દવે (IAS) ની સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થતાં એન.એન. દવે એ આજે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે.
વર્ષ – ૨૦૧૨ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવેએ ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ મહેસાણા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
સાબરકાંઠા જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના વિકાસને પ્રાથમિકતા આપવાની કટીબધ્ધતા વ્યકત કરી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300